________________
૪૫૪
જિન સ્તવના
બારમું કલહ પાપસ્થાનક
અપ્રશસ્ત વચન બોલી ક્લેશ ઉપજાવ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
તેરમું અભ્યાખ્યાન પાપસ્થાનક
અછતાં આળ દીધાં, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
ચૌદમું પૈશુન્ય પાપસ્થાનક
પરની ચુગલી, ચાડી કરી, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
પંદરમું પરપરિવાદ પાપસ્થાનક
બીજાના અવગુણ, અવર્ણવાદ બોલ્યો, બોલાવ્યા, અનુમોદ્યા, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
=
-
સોળમું રિત-અરિત પાપસ્થાનક
પાંચ ઇન્દ્રિયના ૨૩ વિષયો, ૨૪૦ વિકારો છે તેમાં મનગમતામાં રાગ કર્યો, અણગમતામાં દ્વેષ કર્યો; સંયમ, તપ આદિમાં અરિત કરી, કરાવી, અનુમોદી તથા આરંભાદિ અસંયમ, પ્રમાદમાં રતિભાવ કર્યો, કરાવ્યો, અનુમોદ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
=
સત્તરમું માયામૃષાવાદ પાપસ્થાનક
કપટ સહિત જૂઠું બોલ્યો, તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં.
અઢારમું મિથ્યાદર્શનશલ્ય પાપસ્થાનક
શ્રી જિનેશ્વર દેવના માર્ગમાં શંકા, કાંક્ષાદિક વિપરીત