________________
૪૫૨
પ્રકારે મૃષાવાદનો ત્યાગ કરીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
ત્રીજું પાપ અદત્તાદાન
જિન સ્તવના
-
-
અણદીધી વસ્તુ ચોરી કરીને લીધી, વિશ્વાસઘાત કરી થાપણ ઓળવી, પરસ્ત્રી, પરધન હરણ કર્યાં તે મોટી ચોરી લૌકિક વિરુદ્ધની તથા અલ્પ ચોરી તે ઘર સંબંધી નાનાં પ્રકારનાં કર્તવ્યોમાં ઉપયોગ સહિતે ને ઉપયોગરહિતે ચોરી કરી, કરાવી, કરતાં પ્રત્યે અનુમોદી; મન-વચન-કાયાએ કરી; તથા ધર્મ સંબંધી જ્ઞાન, દર્શન, ચારિત્ર અને તપ શ્રી ભગવંત ગુરુદેવોની આજ્ઞા વગર કર્યાં તે મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું સર્વથા પ્રકારે અદત્તાદાનનો ત્યાગ કરીશ. તે મારો પરમ કલ્યાણમય દિન થશે.
ચોથું પાપ અબ્રહ્મ
મૈથુન સેવવામાં મન, વચન અને કાયાના યોગ પ્રવર્તાવ્યા; નવ વાડ સહિત બ્રહ્મચર્ય પાળ્યું નહીં; નવ વાડમાં અશુદ્ધપણે પ્રવૃત્તિ કરી; પોતે સેવ્યું, બીજા પાસે સેવરાવ્યું, સેવનાર પ્રત્યે ભલું જાણ્યું; તે મન, વચન, કાયાએ કરી મને ધિક્કાર, ધિક્કાર, વારંવાર મિચ્છા મિ દુક્કડં. તે દિવસ મારો ધન્ય હશે કે જે દિવસે હું નવ વાડ સહિત બ્રહ્મચર્ય - શીલરત્ન આરાધીશ, સર્વથા પ્રકારે કામવિકારોથી નિવર્તીશ. તે દિવસ મારો પરમ કલ્યાણમય થશે.
પાંચમું પરિગ્રહ પાપસ્થાનક
સચિત પરિગ્રહ તે દાસ, દાસી, દ્વિપદ, ચૌપદ આદિ; મણિ, પથ્થર આદિ અનેક પ્રકારે છે અને અચિત પરિગ્રહ સોનું, રૂપું, વસ્ત્ર, આભરણ આદિ અનેક વસ્તુ છે. તેની મમતા, મૂર્છા, પોતાપણું કર્યું; ક્ષેત્ર, ઘર આદિ નવ પ્રકારના બાહ્ય પરિગ્રહ અને ચૌદ પ્રકારના અત્યંતર પરિગ્રહને ધાર્યો, ધરાવ્યો, ધરતાં પ્રત્યે અનુમોદ્યો; તથા
―