________________
• ગિરનાર પણ શત્રુંજયની માફક પ્રાયઃ શાશ્વત છે. પાંચમાં
આરાના અંતે શત્રુંજયની ઊંચાઈ ઘટીને ૭ હાથ થશે ત્યારે ગિરનારની ઊંચાઈ ૪૦૦ રહેશે. ગિરનાર (રૈવતગિરિ)એ શત્રુંજયગિરિનું પાંચમું શિખર હોવાની તે પાંચમું જ્ઞાન અર્થાત્ કેવળજ્ઞાન અપાવનારું છે. ગિરનારમાં વિશ્વમાં સૌથી પ્રાચીન એવા શ્રી નેમિનાથદાદા મૂળનાયક તરીકે બિરાજમાન છે. જે ગત ચોવીસીના સાગર
નામના ત્રીજા તીર્થકરના સમયમાં બનેલ છે. • ગિરનારમાં નિવાસ કરતાં તિર્યંચો (પશુઓ) પણ આઠભવની
અંદર સિદ્ધિપદને પામે છે. ગિરનારના ગજપદકુંડના પવિત્ર જલના સ્પર્શમાત્રથી જીવોના અનેક ભવોના પાપો નાશ પામે છે. ગિરનાર ગજપદકુંડના જલનું પાન કરવાથી કામ, શ્વાસ, અરૂચિ,
ગ્લાનિ અને ઉદરમાં ઉત્પન્ન થયેલા બાધારોગો પણ અંતરના કર્મમલની પીડાની જેમ નાશ પામે છે. સહસાવન (ગિરનાર)માં નેમિનાથ ભગવાનના દીક્ષા અને કેવળજ્ઞાન કલ્યાણ થયા છે. રહનેમિમુનિ અને રાજીમતી સાધ્વી પણ મોક્ષપદને પામ્યા છે અને આવતા ર૪ તીર્થકરોની મોક્ષભૂમિ.
જ્યાં સુધી ગિરનારની યાત્રા નથી કરી ત્યાં સુધી જ સર્વપાપ, સર્વ દુઃખ અને સંસાર ભ્રમણ રહે છે. ગિરનાર તીર્થનું ઘર બેઠા પણ ધ્યાન કરે તો ચોથા ભવમાં મોક્ષ પ્રાપ્ત થશે. ગિરનાર તીર્થમાં શુભ ભાવથી દાન-શીલ-તપ અને ભાવ ધર્મની આરાધના કરવાથી શીઘ્ર શાશ્વત પદ મળે છે.
જગમાં તીરથ હોય બડા, શત્રુંજય ગિરનાર.
એક ગઢ ઋષભ સમોસર્યા, એડગઢ નેમકુમાર
'ગિરનારજીનો ન્યારો મહિમા