________________
રચનાના રચયિતાની વિગત, આ બધું જ આ પુસ્તકમાં છે જે આ પુસ્તકના રચનાકાર ઇલા બહેનના પુરુષાર્થ અને પરિશીલન તેમજ એમની ધર્મ પ્રત્યેની શ્રધ્ધાની વાચક જિજ્ઞાસુને પ્રતીતિ કરાવે છે.
કોઈ પંડિત કે પૂજ્ય મુનિજને કરવા જેવું, શોધ નિબંધ જેવું આ યશસ્વી કાર્ય કરીને બહેન ઇલાબેને જિનશાસનની અવિસ્મરણીય સેવા કરી છે.
વાચક, જિજ્ઞાસુ અને સાધકને જ્ઞાનના ઊંડાણમાં અને ભાવના ઉર્ધ્વગમન તરફ લઈ જનારા આ ભવ્ય પુસ્તકના નિર્માણ માટે જે જે નિમિત્તો મળ્યા અને બહેનશ્રીને એમના પરિવારે જે સહકાર આપ્યો એ માટે આપણે એ સર્વેને પણ ધન્યવાદ પાઠવી, એ સર્વેનો આભાર માનીએ.
મા શારદા અને શ્રુતદેવતાની જેમના ઉપર કૃપા ઉતરી છે એવા ઇલાબેન પાસેથી વધુ જૈન ધર્મવિશેના પુસ્તકની આશા રાખીએ તો હવે આપણો એહકબને છે.
જિન શાસન અને શ્રુતદેવની કૃપા બહેન ઇલાબેન ઉપર વરસતી રહો એવી ભાવના આપણે સૌ ભાવીએ.
વંદન શ્રુતદેવને.
ડો.ધનવંત શાહ ‘પ્રબુદ્ધ જીવન” – તંત્રી drdtshah@hotmail.com