________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! સજ્ઝાય કરું ? ઇચ્છું
ભગવંત, આજ્ઞા પ્રમાણે સ્વાધ્યાય કરું છું.
(ગુરૂ પાસે સ્વાધ્યાય કરવાની આજ્ઞા મળતા, ૩ વખત મહામંગલકારી નવકાર મંત્ર ભણતા સ્વાધ્યાય શરૂ કરે છે.)
(અહીં બે હાથ જોડીને મનમાં ત્રણ વાર નવકાર ગણવા.)
પંચ પરમેષ્ઠિને નમસ્કાર
નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયરિયાણં,
નમો ઉવજ્ઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં, એસો પંચ નમુક્કારો, સવ્વ પાવપ્પણાસણો, મંગલાણં ચ સન્વેસિં, પઢમં હવઇ મંગલ. (૧)
૨૯
શ્રી અરિહંત ભગવંતોને, શ્રી સિદ્ધ ભગવંતોને, શ્રી આચાર્ય ભગવંતોને, શ્રી ઉપાધ્યાય ભગવંતોને અને લોકમાં રહેલા સર્વ સાધુ ભગવંતોને નમસ્કાર થાઓ. આ પાંચ (પરમેષ્ઠિ)ને કરેલો નમસ્કાર સર્વ પાપનો નાશ કરનાર છે અને સર્વ મંગલોમાં પ્રથમ મંગલ છે. (૧)
સામાયિક લેવાની વિધિ સંપૂર્ણ