________________
સ્ત્રીના શરીરની ૧૫ પડિલેહણા અંગે સમજણ
સ્ત્રીઓનું માથું, હૃદય અને ખભા વસ્ત્રથી હંમેશા ઢંકાયેલા હોય છે. તેથી માથાના ત્રણ, હૃદયના ત્રણ અને ખભાના (કાંખના પણ) ચાર-એમ કુલ ૧૦ પડિલેહણા હોતી નથી. તેથી તેઓને ફક્ત બે હાથની, ત્રણ+ત્રણ = છે, મોઢાની ૩ અને બંને પગની ત્રણત્રણ = છે, એમ કુલ ૧૫ પડિલેહણા હોય છે. તેમાં સાધ્વીજી ભગવંતને પ્રતિક્રમણ કરતી વખતે માથું ખુલ્લું રાખવાનો વ્યવહાર હોવાથી માથાની ત્રણ પડિલેહણા સાથે ૧૮ પડિલેહણા હોય છે. | મુહપત્તિ અને શરીરની પડિલેહણા સુયોગ્ય રીતે થાય પણ ફક્ત મુહપત્તિનો જ સ્પર્શ થાય, તેની કાળજી રાખીને ઉપયોગપૂર્વક ક્રિયા કરવી જોઈએ.