________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૮૫
પચ્ચક્ખાણ કરવું. એક સાથે ઘણા ઉપવાસનું પચ્ચક્ખાણ એક જ દિવસમાં લીધા પછી બીજા-ત્રીજા આદિ દિવસોમાં ફરીવાર પચ્ચક્ખાણ ન લેવાથી ઉપવાસનો લાભ મળતો નથી. પાણી મોઢાંમાં નાખ્યા પછી સવારનું કોઈપણ પચ્ચક્ખાણ ન લેવાય.
હાલ, નવકારશી આદિ પચ્ચક્ખાણમાં કેટલીક અજ્ઞાનતા અને દેખાદેખીના કારણે પચ્ચક્ખાણ પારતી વખતે પાર્યા પછી તુરંત કોગળા ક૨વાની કે દાંતણ કરવાની કે થોડુંક પાણી પીવાની પ્રવૃત્તિ વિધિરૂપે ચાલુ થયેલ છે, તે ઉચિત નથી. પહેલા નંબરે તો પચ્ચક્ખાણ પારવાની વિધિનો આગ્રહ રાખવો જરૂરી છે. છતાં શક્ય ન હોય તો ત્રણ વાર શ્રી નવકારમંત્ર ગણી મુઠ્ઠિવાળીને પચ્ચક્ખાણ પારવાની પ્રથા હાલ પ્રચલિત છે.
સૂર્યોદય પછી બે ઘડી (૪૮ મિનિટ) થાય ત્યારે નવકારશી પચ્ચક્ખાણ આવે, તેમ સૂર્યાસ્ત પહેલાં બે ઘડી (૪૮ મિનિટ) થાય ત્યારે ચારેય પ્રકારના આહારના ત્યાગ સ્વરૂપ ચઉવિહારનું પચ્ચક્ખાણ કરવાની પ્રથા જૈનશાસનમાં પ્રચલિત હતી અને અત્યારે પણ ચતુર્વિધ શ્રી સંઘમાં કેટલોક વર્ગ આ મુજબ સૂર્યાસ્ત પહેલાં બે ઘડીએ આહાર-પાણીનો ત્યાગ કરે છે, તે અનુકરણીય છે.
કદાચ તે (બે ઘડી પહેલાં પચ્ચક્ખાણ ક૨વું) શક્ય ન બને, તો બારે માસ ચવિહારનું પચ્ચક્ખાણ સૂર્યાસ્ત પહેલાં કરી લેવું જોઈએ. રાત્રિભોજન નરકનું પ્રથમ દ્વાર છે. રાત્રે આહાર-પાણી કાંઈ પણ લેવાય નહિ અને અપાય નહિ. છતાં ધર્મમાં નવો પ્રવેશ કરનાર મહાનુભવોને કાંઈક લાભ મળે, તે આશયથી તિવિહારનું પચ્ચક્ખાણ અપાય છે. તેમાં પાણી કેટલું અને કેટલી વાર અને કેટલા વાગ્યા સુધી પીવાય, તે અંગે ઘણા મૂંઝવણ અનુભવતા હોય છે. તરસ્યા રહેવાની શક્તિ ન જ રહે અને અસમાધિ થવાની શક્યતા રહે ત્યારે તિવિહારનું પચ્ચક્ખાણ કરનાર મહાનુભાવે લોટા-ગ્લાસ કે જગ ભરીને પાણી ગટગટાવી જવાના બદલે ઔષધ સ્વરૂપે શક્ય તેટલું ઓછું અને ઓછીવાર અને વહેલાસર બાકી પચ્ચક્ખાણની દષ્ટિએ પાણીનાં પ્રમાણનું અને સમયના પ્રમાણનું બંધન નથી, ગળું ભીનું થાય તેટલું દુ:ખાતા હ્રદયે પીવાનું છે.