________________
૨૬૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્યસ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રી ધર્મનાથને તથા શ્રી શાંતિનાથને હું વંદન કરુંછું. (૩)
શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪)
આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થંકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫)
જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ (મને) આરોગ્ય અને સમ્યગ્દર્શનનો લાભ અને ઉત્તમ સમાધિનું વરદાન આપો. (૬)
ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
(પછી ડાબો ઢીંચણ ઉંચો કરીને ‘ચઉક્કસાય’ નીચે મુજબ કહેવું.)
સુંદર અલંકાર યુક્ત ભાષામાં મંત્ર ગર્ભિત શ્રી પાર્શ્વનાથ પ્રભુની સ્તુતિ કરેલ છે. ચઉક્કસાય પડિમલ્લુ લૂરણ,
દુજ્જય મયણ બાણ મુસુમૂરણુ, સરસ પિયંગુ વત્તુ ગય ગામિઉ, જયઉ પાસુ ભુવણ ત્તય સામિઉ (૧)
જસુ તણુ કંતિ કડપ્પ સિણિદ્ધઉ, સોહઇ ફણિ મણિ કિરણા લિદ્ધઉં, નં નવ જલહર તડિલ્લય લંછિઉ, સો જિણુ પાસુ પયચ્છઉ વંછિઉ (૨)