________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૨૫૭
સ્નાત્ર ચતુષ્કિ કાયાં શ્રીસંઘસમેતઃ શુચિ શુચિવપુઃ પુષ્પ વસ્ત્ર ચંદના ભરણા લંકૃતઃ પુષ્પમાલા કંઠે કૃત્વા શાંતિ મુદ્દોષયિત્વા શાંતિપાનીયે મસ્તકે દાતવ્યમિતિ. (૧૯) આ શાંતિપાઠ પ્રતિષ્ઠા, રથયાત્રા અને સ્નાત્ર મહોત્સવના અંતમાં કુંકુમ (કંકુ), ચંદન, કપૂર, અગરુ, ધૂપવાસ અને કસુમાંજલિથી યુક્ત બાહ્ય અને અત્યંતર રીતે પવિત્ર શરીરવાળા, પુષ્પ, વસ્ત્ર, ચંદન અને અલંકારોથી સજ્જ એવા પુરુષે પુષ્પમાળાને કંઠમાં ધારણ કરીને, સ્નાત્ર મંડપમાં, શ્રી સંઘ સહિત હાથમાં શાંતિકળશને ગ્રહણ કરીને, શાંતિની ઉદ્દઘોષણા કરીને, શાંતિ જળમસ્તક ઉપર લગાડવું જોઈએ. (૧૯)
અભિષેક વખતે જિનેશ્વરના ભક્તોની ભક્તિના પ્રકારો
(૮. પ્રાસ્તાવિક-પદ્યાનિ-ઉપજાતિ) નૃત્યંતિ નૃત્ય મણિપુષ્પવર્ષ, સૃજંતિ ગાયંતિ ચ મંગલાનિ,
સ્તોત્રાણિ ગોત્રાણિ પયંતિ મંત્રાનું,
કલ્યાણભાજો હિ જિનાભિષેકે, (૧) (૨૦) શ્રી જિનસ્નાત્રના પ્રસંગે રત્ન અને પુષ્પને વરસાવવા પૂર્વક પુણ્યવાનો જ નૃત્યને નાચે છે, અષ્ટમંગલની રચના કરે છે. ગીતો ગાય છે, સ્તોત્રો, તીર્થકરોના ગોત્રો અને મંત્રોને ભણે છે. (૧) (૨૦)
ઉપસંહાર
(ગાથા) શિવમસ્તુ સર્વજગતઃ, પરહિત નિરતા ભવંતુ ભૂતગણા , દોષા પ્રયાંતુ નાશ, સર્વત્ર સુખી ભવતુ લોકઃ (૨) (૧૧)
અહં તિર્થીયર માયા, સિવાદેવી તુણ્ડ નયર નિવાસિની, અખ્ત સિવં તુમ્હ સિવું, અસિવોવસમં સિવં ભવતુ સ્વાહા () (૨૨) સર્વ જગતનું કલ્યાણ થાઓ, પ્રાણીઓનો સમુદાય બીજાના હિતમાં તત્પર થાઓ, દોષો નાશ પામો અને સર્વઠેકાણે લોકો સુખી થાઓ. (૨) (૨૧)