SearchBrowseAboutContactDonate
Page Preview
Page 250
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત કિતિય વંદિય મહિયા, જે એ લોગસ્સ ઉત્તમ સિદ્ધા, આરૂષ્ણ બોરિલાભ, સમાવિર મુત્તમ દિતુ. ) ચંદેસુ નિમ્મલયરા, આઇચ્ચેનુ અહિયં પયાસયરા, સાગરવર ગંભીરા, સિદ્ધા સિદ્ધિ મમ દિસંતુ. (૭) (કેવળજ્ઞાન વડે) લોકનો ઉદ્યોત પ્રકાશિત) કરનારા, ધર્મરૂપ તીર્થને કરનારા, રાગદ્વેષને જીતનારા, કેવળજ્ઞાની એવાચોવીશેતીર્થકરોનું હુંકીર્તન કરીશ. (૧) શ્રી ઋષભદેવને તથા શ્રી અજિતનાથને, શ્રી સંભવનાથને, શ્રી અભિનંદન સ્વામીને, શ્રી સુમતિનાથને, શ્રીપાપ્રભસ્વામીને, શ્રી સુપાર્શ્વનાથને તથા રાગ-દ્વેષનેજિતનારા શ્રી ચંદ્રપ્રભસ્વામીને હું વંદન કરું છું. (૨) શ્રી સુવિધિનાથને (જેમનું બીજું નામ) પુષ્પદંતસ્વામીને, શ્રી શીતલનાથને, શ્રી શ્રેયાંસનાથને, શ્રી વાસુપૂજ્ય સ્વામીને, શ્રી વિમલનાથને, શ્રી અનંતનાથને, જિનેશ્વર શ્રીધર્મનાથનેતથા શ્રી શાંતિનાથનેહું વંદન કરું છું. (૩) શ્રી કુંથુનાથને, શ્રી અરનાથને, શ્રી મલ્લિનાથને, શ્રી મુનિસુવ્રતસ્વામીને અને શ્રી નમિનાથને, શ્રી અરિષ્ટ-નેમિનાથને, શ્રી પાર્શ્વનાથને અને શ્રી વર્ધમાનસ્વામીને હું વંદન કરું છું. (૪) આ રીતે મારા વડે સ્તવના કરાયેલ, કર્મરૂપ રજ અને મલ દૂર કર્યા છે એવા, જરા (અને) મૃત્યુ સર્વથા ક્ષીણ થયા છે એવા ચોવીશે જિનેશ્વર શ્રી તીર્થકર દેવો મારી ઉપર પ્રસન્ન થાઓ. (૫) જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ મને આરોગ્ય (સિદ્ધપણું) અને સમ્યગ્દર્શનનો લાભ (બોધિલાભ)અને શ્રેષ્ઠ ભાવ-સમાધિનું વરદાન આપો. () ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭) શ્રી ઉત્તરજઝયણ સુત્તમાં ચતુર્વિશતિ સ્તવનું ફલ શું? એવા પ્રશ્નના ઉત્તરમાં સૂત્રકારે જણાવ્યું છે કે - ચતુર્વિશતિસ્તવથી જીવ સમ્યકત્વની શુદ્ધિને પ્રાપ્ત કરે છે. શ્રી જિનવરેન્દ્રોના અતિ અદ્ભુત ગુણકીર્તન સ્વરૂપ ચતુર્વિશતિસ્તવથી દર્શનાચારની વિશુદ્ધિ થાય છે.
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy