________________
૧૮૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
છે
નમો અરિહંતાણે, નમો સિદ્ધાણં,
નમો આયરિયાણં, નમો ઉવજઝાયાણં, નમો લોએ સવ્વસાહૂણં,
એસો પંચ નમુક્કારો,
સવ પાવપ્પણાસણો, મંગલાણં ચ સવ્વર્સિ, પઢમં હવઈ મંગલ (1)
સિરસા મણસા મયૂએણ વંદામિ ) ઈચ્છામો અણસદ્ધિ, સંવચ્છરિયં સમ્મત,
દેવસિ ભણામિ (પડિક્કમામિ)
આપનું અનુશાસન ઈચ્છું છું, સંવત્સરિ પ્રતિક્રમણ સમાપ્ત થયું અને દેવસિઅ પ્રતિક્રમણ શરૂ કરું છું.
હવે અહીંયા સંવત્સરી પ્રતિક્રમણ પહેલાં દેવસિઅ વંદિત બોલ્યા બાદ જે ક્રિયા શરૂ કરી હતી તે અહીંયાં પરિપૂર્ણ થાય છે.
એ થતાં સંવત્સરી પાપના પ્રતિક્રમણની આલોચનાની મંગલવિધિ પૂરી થાય છે. હવે બાકી રહેલું દૈવસિક પ્રતિક્રમણ
અહીંથી શરૂ થાય છે.
વાંદણા-૨૫ આવશ્યકો સાથે બત્રીસ દોષ રહિત વિનયભાવ યુક્ત દ્વાદશાવર્ત વંદનનું વર્ણન
પહેલું વંદન (૧-ઇચ્છા નિવેદન સ્થાન).
ઈચ્છામિ ખમાસમણો! વંદિઉં જાવણિજ્જાએ, નિસીરિઆએ (1)
(૨-અનુપજ્ઞાપન સ્થાન) અણજાણહ મે મિઉગ્નેહ, (૨)