________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
સમાસણે, અંતર ભાસાએ, ઉવરિભાસાએ, જેંકિંચિ મજ્ઞ વિણય પરિહીણું સહુમં વા, બાયર વા, તુબ્સે જાણહ, અહં ન જાણામિ, તસ્સ મિચ્છા મિ દુક્કડં.
હે ભગવન્ ! ઇચ્છાપૂર્વક આજ્ઞા આપો, પ્રત્યેક વ્યક્તિગતને દિવસના અપરાધ ખમાવવા માટે ઉપસ્થિત થયો છું. (ગુરૂ આજ્ઞા આપે) આજ્ઞા પ્રમાણ છે, સંવત્સરી દિવસના અપરાધને ખમાવું છું. બારે માસ, ચોવીસ પક્ષ, ત્રણસો સાઠ રાઈ-દેવસિઅ પ્રતિક્રમણમાં આહારપાણીમાં, વિનયમાં, વૈયાવચ્ચમાં, બોલવામાં, વાતચીત કરવામાં, ઉંચું આસન રાખવામાં, સમાન આસન રાખવામાં, વચ્ચે બોલી ઉઠવામાં, ગુરૂની ઉપરવટ થઈને બોલવામાં, અને ગુરૂવચન ઉપર ટીકા ટીપ્પણ કરવામાં જે કાંઈ અપ્રીતિ કે વિશેષ અપ્રીતિ ઉપજાવે તેવું કર્યું હોય, તથા મારા વડે સુક્ષ્મ કે સ્થુળ, થોડું કે વધારે જે કાંઈ વિનય રહિત વર્તન થયું હોય, તમે જાણો છો પણ હું જાણતો નથી, તેવા કોઈ અપરાધ થયા હોય, તે સંબંધી મારું સઘળું પાપ મિથ્યા થાઓ.
દેવ-ગુરુને પંચાંગ વંદન ઇચ્છામિ ખમાસમણો !
૧૮૧
વંદિઉં જાવણિજ્જાએ નિસીહિયાએ, મત્થએણ વંદામિ. (૧)
હે ક્ષમાશ્રમણ! શરીરની શક્તિ સહિત અને પાપ વ્યાપારને તજીને વંદન કરવા માટે ઈચ્છું છું (અને) મસ્તક વડે વંદન કરું છું. (૧)
પારમાર્થિક હેતુથી માંગવામાં આવેલી અપરાધોની ક્ષમા એ રંકતા કે દીનતા નથી, પણ જાગ્રત આત્માનો સ્વસ્થતા પ્રાપ્ત કરવા માટેનો સબળ પ્રયાસ છે, અને તેનું પરિણામ ચિત્તની પ્રસન્નતા છે. ક્ષમા આપવીએ ઉદારતા છે, ક્ષમા માંગવી એ પવિત્રતા છે