________________
૧૫૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
પાસે) રંધાવતાં (અને રાંધનારની અનુમોદના કરતા) છ જીવ નિકાય (= પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય સ્વરૂપ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિંદ્રિય અને પંચેન્દ્રિય સ્વરૂપ ત્રસકાયના જીવો = ૬ જીવ નિકાય) ના સમારંભ (= પ્રાણીના વધનો સંકલ્પ- તે સંરભ, તેને પરિતાપ ઉપજાવો- તે સમારંભ અને પ્રાણીનો વધ કરવો- તે આરંભ કહેવાય છે) માં મારાથી જે કાંઈદોષ લાગ્યો હોય, તેની હુંનિંદા કરું છું. (૭)
| (સામાન્યથી બાર વ્રતના અતિચાર) પંચહ મહુવયાણ, ગુણ વયાણં ચ તિરહ મઇયારે, સિકખાણં ચ ચણિયું, પડિક્કમે સંવર્ચ્યુરીએ સવ્વ. (૮) પઢમે અણુવ્યસ્મિ, શૂલગ પાણાઈ વાય વિરઇઓ, આયરિય મમ્હસલ્ય, ઇત્ય પમાય પ્રસંગેણં. (૯)
(પ્રાણાતિપાત વ્રતના અતિચાર) વહ બંધ છવિચ્છેએ, અદભારે ભત્ત પાણ ગુચ્છેએ, પઢમ વયસ્સઈઆરે, પડિક્કમે સંવચ્છરીએ સળં. (૧)
પાંચ અણુવ્રતો, ત્રણ ગુણવ્રતો (અને) ચાર શિક્ષાવ્રતો સંબંધી અતિચારોથી સંવત્સરી સંબંધી લાગેલા સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૮) પહેલા અણુવ્રતમાં પ્રાણોના વિનાશથી સ્થૂલ વિરતિને આશ્રયીને આચરણ થાય છે, તેમાં પ્રમાદના પ્રસંગથી અપ્રશસ્ત ભાવથી ૧- (જીવનો) વધ, ૨- બંધન, ૩- અવયવ છેદન, ૪-અતિભાર (આરોપણ) અને પ- અન્નજળ અટકાવવારૂપ પહેલા (અણ) વ્રતના અતિચારો છે, (તેમાં) સંવત્સરી સંબંધી (લાગેલા) સર્વ (અતિચારો) નું હું પ્રતિક્રમણ કરું છું. (૯,૧૦)
(મૃષાવાદના અતિચાર) બીએ અણુવયમ્મિ, પરિશૂલગ અલિઅ વયણ વિરઇઓ,
આયરિય મમ્પસત્ય, ઇત્ય પમાય પ્રસંગેણં. (૧૫)