________________
૧૫૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
આચાર તથા વ્રતોમાં લાગેલ અતિચારની નિંદા - ગહ તથા આત્માને પવિત્ર કરે તેવી
ભાવનાઓ છે.
વિંદિતુ સવસિદ્ધ, િ ધમ્માયરિએ આ સવ્વસાહૂ અ,
ઇચ્છામિ પડિક્કમિ, સાવગ ધમ્માઈ આરસ્સ. (૧)
સર્વજ્ઞ એવા શ્રી અરિહંત પરમાત્મા, શ્રી સિદ્ધભગવંત, શ્રી ધર્માચાર્ય, શ્રી ઉપાધ્યાય ભગવંત અને સર્વસાધુ-ભગવંતને વંદન કરીને (હું) શ્રાવકધર્મમાં લાગેલા અતિચારો (રૂપ પા૫) થી પાછો હટવા (ફરવા) ઈચ્છું છું . (૧)
(સામાન્યથી સર્વ વ્રતના અતિચાર) જો મે વયાઇઆરો, નાણે તહ દંસણે ચરિત્તે અ,
સુહુમો આ બાયરો વા, તં નિંદે તં ચ ગરિહામિ. (૨) વ્રતોમાં, જ્ઞાનાચાર, દર્શનાચાર અને ચરિત્રાચાર સંબંધી આચારમાં (તપાચાર, વીર્યાચાર અને સંલેખનામાં) જાણવામાં ન આવે તેવા સૂક્ષ્મ પ્રકારના અને જાણી શકાય તેવા બાદર પ્રકારના અતિચાર જે (કંઈ) મને લાગ્યો હોય, તેની હું આત્મ સાક્ષીએ નિંદા કરું છું અને ગુરુની સાક્ષીએ ગઈ (વિશેષ નિંદા) કરું છું. (૨)
(પરિગ્રહના અતિચાર) દુવિહે પરિગ્નેહમિ, સાવજે બહુવિહે અ આરંભે,
કારાવણે અ કરણે, પડિક્કમે સંવચ્છરીમં સવં. (૩) બે પ્રકારના પરિગ્રહને વિષે ૧- સાવદ્ય એટલે પાપવાળો પરિગ્રહ અને ૨-અનેક પ્રકારના આરંભ સ્વરૂપ પરિગ્રહ, આ બન્નેને પોતે જાતે કરવાથી અને બીજા પાસે કરાવવાથી અને બીજા કરનારાઓને અનુમોદવાથી હું તે સંવત્સરી સંબંધી સર્વ અતિચારોથી પાછો ફરું છું. (૩)