________________
૧૪૮
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧-સાધુને દેવા યોગ્ય ભોજન ઉપર સચિત્ત વસ્તુ મૂકવાથી ૨- દેવા યોગ્ય વસ્તુ ઉપર સચિત્ત વસ્તુ ઢાંકવાથી ૩ ફેરફાર બોલવાથી (=દેવાની બુદ્ધિએ પારકી વસ્તુ પોતાની કહેવાથી અને નહિ દેવાની બુદ્ધિએ પોતાની વસ્તુ પારકી કહેવાથી) ૪- ક્રોધ, ઈર્ષ્યા અને ગર્વ કરીને નિશે દાન આપવાથી અને પ- મુનિને ગોચરીનો વખત વીતી ગયે તેડવા જવાથી. ચોથા “અતિથિ-સંવિભાગ” નામના શિક્ષાવ્રતમાં લાગેલા અતિચારોને હું નિંદુ છું. (૩૦) જ્ઞાનાદિમાં હિત છે જેનું, એવા સુવિહિતોને વિષે, વ્યાધિથી પીડાયેલા, તપ વડે દુર્બળ અને તુચ્છ ઉપાધિવાળા દુઃખીને વિષે, તેમજ ગુરુ નિશ્રાએ વિચરનારા સુસાધુને વિષે અથવા વસ્ત્રાદિકથી સુખી, રોગાદિકથી દુઃખી, એવા અસંયતી-પાસત્થા (=૭ જીવ નિકાયનો વધ કરનાર) જીવો ઉપર રાગથી અથવા ષથી જે (અન્ન આદિ આપવા રૂપ) અનુકંપા (દયા) થઈ હોય, તેને હુંનિંદું છું અને ગુરુ સાક્ષીએ ગર્તા (વિશેષ નિંદા) કરું છું. (૩૧) નિર્દોષ આહાર વગેરે હોવા છતાં તપ, ચરણ સિત્તરી અને કરણ સિત્તરીથી યુક્ત એવા સાધુઓ વિષે દાન કર્યું ન હોય, તેની હું નિંદા કરું છું અને ગુરુ સાક્ષીએ ગહ કરું છું. (૩૨)
(સંલેષણાના અતિચાર). ઈહલોએ, પરલોએ, જીવિઅ મરણે આ આસંસ પગે,
પંચવિહો અઈયારો, મા મજ્જ હુજ મરણતે. (૩) ૧- આલોક (ધર્મના પ્રભાવથી આલોકમાં સુખી થવાની ઈચ્છા કરવી) સંબંધી ૨- પર-લોક (ધર્મના પ્રભાવથી પરલોકમાં દેવ-દેવેન્દ્ર વગેરે સુખ મળે એવી ઈચ્છા કરવા) સંબંધી ૩-જીવિત (અનશન આદિ તપને લીધે સન્માન દેખી જીવવાની ઈચ્છા કરવા) સંબંધી ૪-મરણ (અનશન વ્રતના દુઃખથી ગભરાઈ મરણની ઈચ્છા કરવા) સંબંધી અને પ- કામભોગની વાંચ્છા (આશંસા) કરવી, એ સંલેષણાના પાંચ પ્રકારના અતિચાર (માંથી એકપણ) મને મરણાંતસુધી નહોજો. (૩૩)