________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૧૨૩
બારમે અતિથિ સંવિભાગવ્રતે પાંચ અતિચાર-સચ્ચિત્તેનિMિવણે. (૧૨)
સચિત્ત વસ્તુ હેઠ ઉપર છતાં મહાત્મા મહાસતી પ્રત્યે અસૂઝતું દાન દીધું, દેવાની બુદ્ધિએ અસૂઝતું ફેડી સૂઝતું કીધું, પરાયુંફડીઆપણું કીધું, અણદેવાની બુદ્ધિએ સૂઝતું ફેડી અસૂઝતું કીધું, આપણું ફેડી પરાયું કીધું. વહોરવાળા ટળી રહ્યા. અસુર કરી મહાત્મા તેડ્યા. મત્સર ધરી દાન દીધું. ગુણવંત આવ્યું ભક્તિ ન સાચવી. છતી શક્તિએ સાહમ્મિ વચ્છલ ન કીધું. અનેરા ધર્મક્ષેત્ર સીદાતાંછતી શક્તિએ ઉદ્ધર્યા નહીં. દીન, ક્ષણ પ્રત્યે અનુકંપાદાન નદીધું. બારમે અતિથિ-સંવિભાગ વ્રત વિષઈઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડ (૧૨)
સંલેષણા તણા પાંચ અતિચાર- ઇહલોએપરલોએ. (૧૩)
ઈહલોગા-સંસપ્પઓગે, પરલોગા સંસપ્ટઓગે, જીવિઆસંસપ્ટઓગે, મરણા-સંસપ્પઓગે, કામભોગાસંસપ્ટઓગે. ઈહલોકે ધર્મના પ્રભાવ લગે રાજ ઋદ્ધિ, સુખ, સૌભાગ્ય, પરિવાર વાંક્યા, પરલોકે દેવ, દેવેન્દ્ર, વિદ્યાધર, ચક્રવર્તી તણી પદવી વાંછી, સુખ આવ્યું જીવિતવ્ય વાંડ્યું, દુઃખ આવ્યે મરણ વાંછુયું. કામભોગ તણી વાછાં કીધી. સંલેષણા વ્રત વિષઇઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં (૧૩)
તપાચારબારભેદ-છબાહ્ય, છ અત્યંતર. અણસણ-મૂણોઅરિઆ. (૧૪)
અણસણ ભણી ઉપવાસ વિશેષ પર્વતિથિએ છતી શક્તિએ કીધો નહીં. ઊણોદરીવ્રત તે કોળિયા પાંચ સાત ઊણા રહ્યા નહીં. વૃત્તિસંક્ષેપ તે દ્રવ્યભણી સર્વ વસ્તુઓનો સંક્ષેપ કીધો નહીં. રસત્યાગ તે વિગયત્યાગ ન કીધો. કાયક્લેશ તે લોચાદિક કષ્ટ સહન કર્યા નહીં. સંલીનતા-અંગોપાંગ સંકોચી રાખ્યાં નહીં, પચ્ચકખાણ ભાંગ્યા. પાટલો ડગડગતો ફેડ્યો નહીં. ગંઠસી, પોરિસી, સાઢપોરિસી, પુરિમઢ, એકાસણું, બિઆસણું, નીવિ,