SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૧૨૧ આઠમે અનર્થદંડવિરમણ વ્રતે પાંચ અતિચાર-કંદખે કુફ્ફઈએ.(2) કંદર્પ લગે વિટચેષ્ટા, હાસ્ય, ખેલ, કુતૂહલ કીધાં. પુરુષ સ્ત્રીના હાવભાવ, રૂપ, શૃંગાર, વિષયરસ વખાણ્યા. રાજકથા, ભક્તકથા, દેશકથા, સ્ત્રીકથા કીધી. પરાઈ તાંત કીધી તથા પૈશુન્યપણું કીધું, આર્તરૌદ્રધ્યાન ધ્યાયાં. ખાંડા, કટાર, કોશ, કુહાડા, રથ, ઉખલ, મુશલ, અગ્નિ, ઘટી, નિસાહ, દાતરડાં, પ્રમુખ અધિકરણ મેલી, દાક્ષિણ્ય લગે માગ્યાં આપ્યાં. પાપોપદેશ કીધો. અષ્ટમી ચતુર્દશીએ ખાંડવા, દળવાતણા નિયમ ભાંગ્યા. મુખરપણા લગે અસંબદ્ધ વાક્ય બોલ્યા. પ્રમાદાચરણ સેવ્યાં. અંઘોલે, નાહણે, દાતણે, પગ ધોઅણે, ખેલ, પાણી, તેલ છાંટ્યાં. ઝીલણે ઝીલ્યાં, જુગટે રમ્યા, હિંચોલે હિંચ્યા. નાટક પ્રેક્ષણક જોયાં. કણ, કુવસ્તુ, ઢોરલેવરાવ્યાં. કર્કશ વચન બોલ્યાં. આક્રોશ કીધા, અબોલા લીધા. કરકડા મોડ્યા, મચ્છર ધર્યો, સંભેડા લગાડ્યા, શ્રાપ દીધા, ભેસા, સાંઢ, હુડુ, કૂકડા, શ્વાનાદિક ઝુઝાર્યા, ઝૂઝતાં જોયાં. ખાદી લગે અદેખાઈ ચિંતવી. માટી, મીઠું, કણ, કપાસીયા, કાજ વિણ ચાંપ્યા, તે પર બેઠા, આલી વનસ્પતિ ખૂંદી, સૂઈ, શસ્ત્રાદિક નિપજાવ્યાં. ઘણી નિદ્રા કીધી. રાગ દ્વેષ લગે એકને ઋદ્ધિ પરિવાર વાંછી, એકને મૃત્યુતાનિવાંછી. આઠમે અનર્થદંડ-વિરમણવ્રત વિષઓ અનેરો જે કોઈ અતિચાર સંવત્સરી દિવસમાંહિ સૂક્ષ્મ બાદર જાણતાં અજાણતાં હુઓ હોય, તે સવિ હું મન, વચન, કાયાએ કરીમિચ્છામિ દુક્કડ (૮) નવમે સામાયિક-વ્રતે પાંચ અતિચાર-તિવિહે દુપ્પણિહાણે. (૯) સામાયિક લીધે મને આહટ્ટ, દોહટ્ટ ચિંતવ્યું. સાવદ્ય વચન બોલ્યાં. શરીર અણપડિલેહ્યું હલાવ્યું. છતી વેળાએ સામાયિક ન લીધું. સામાયિક લઈ ઉઘાડે મુખે બોલ્યા. ઊંઘ આવી. વાત વિકથા ઘરતણી ચિંતા કીધી. વિજ, દીવા તણી ઉજેહિ હઈ. કણ કપાસીયા, માટી, મીઠું, ખડી, ધાવડી, અરણેટો, પાષાણ પ્રમુખ ચાંપ્યા. પાણી, નીલ, ફૂલ, સેવાલ, હરિયકાય, બીજકાય ઇત્યાદિક આભડ્યાં, સ્ત્રી, તિર્યંચ તણા નિરંતર પરંપર સંઘટ્ટ હુઆ. મુહપત્તિઓ સંઘટ્ટી, સામાયિક અણપૂછ્યું પાયું, પારવું વિચાર્યું.
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy