________________
૧૦૬
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(જમણો હાથ પડિલેહતાં), ૪-ભય, ૫- શોક, - દુર્ગછા પરિહરું.
| (સ્ત્રીઓએ બોલવાનું નથી) (કપાળે પડિલેહતાં) {૭- કૃષ્ણલેશ્યા, ૮-નીલલેશ્યા, ૯- કાપોતલેશ્યા
પરિહરું.}
(મોઢે પડિલેહતાં) ૧૦- રસગારવ, ૧૧- ઋદ્ધિગારવ,
૧૨- સાતગારવ પરિહરું.
(સ્ત્રીઓએ બોલવાનું નથી) (છાતી આગળ પડિલેહતાં) {૧૩-માયાશલ્ય, ૧૪- નિયાણશલ્ય, ૧૫- મિથ્યાત્વશલ્ય પરિહરું.}
(સ્ત્રીઓએ બોલવાનું નથી) {(જમણા ખભે પડિલેહતાં), ૧૬- ક્રોધ, ૧૭-માન પરિહરું.
(ડાબા ખભે પડિલેહતાં) ૧૮-માયા, ૧૯-લોભ પરિહરું.}
(ચરવળાથી જમણો પગ પડિલેહતાં) ૨૦- પૃથ્વીકાય, ૨૧- અકાય,
૨૨- તેઉકાયની જયણા કરું (ચરવળાથી ડાબો પગ પડિલેહતાં) ૨૩- વાયુકાય, ૨૪- વનસ્પતિ-કાય,
૨૫- ત્રસકાયની રક્ષા કરું.
- મુહપત્તિનું પડલહેણ ઉભડક પગે કરવાનું હોય છે. ૨ હાથને બે પગ વચ્ચે રાખી મસ્તકનીચું રાખી મુહપત્તનું ડિલહેણ કરવાનું છે. આ મુદ્રા “સંલીનતા'નામનાં એક તપના ભાગરૂપે છે. તેનાથી અંગોપાંગની ચંચળતા દ્વારા થતી જીવહિંસાદિ પાપથી બચાય છે અને તેનાથી સૂક્ષ્મ પ્રમત્તતા પણ પરાસ્ત થાય છે. -મુહપત્તિ - સૂત્રો બોલતાં સૂક્ષ્મ જીવો મુખમાં ન ચાલ્યા જાય અને તેમની રક્ષા થાય તે મુહપત્તીનો મુખ્ય ઉપયોગ છે વળી રજ ધૂળની પ્રાર્થના કરવી તે પણ તેની ઉપયોગિતા છે. મુહપત્તિ સામાન્ય રીતે એક વેત અને ચાર આંગળણી રાખવાની હોય છે. તે સુતરાઉ કપડાની હોવી જોઈએ.