________________
૧૦૪
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
અને ૪- શાસ્ત્રથી વિરૂદ્ધ પ્રરૂપણા કરી હોય, આ ચાર કારણોથી ઉપજેલા પાપથી પાછા ફરવા પ્રતિક્રમણ અવશ્ય કરવું જોઈએ. (૪૮)
(સર્વ જીવ પ્રત્યે ક્ષમાપના) ખામેમિ સવ્ય જીવે, સવ્વ જીવા ખમંતુ મે, મિત્તી એ સવ્વ ભૂએસુ, વેર મઝ ન કેણઈ. (૪૯)
(ઉપસંહાર) એવમહં આલોઇએ, નિદિના ગરહિએ દુગંછિએ સમ્મ,
તિવિહેણ પડિઝંતો, વંદામિ જિણે ચઉવ્વીસ. (૧૦) હું બધા જીવોને ખમાવું છું, બધા જીવો મને ક્ષમા આપો, મારે બધા જીવો ઉપર મૈત્રી ભાવછે, કોઈ જીવ સાથે મારે વૈરનથી. (૪) આ પ્રમાણે (પાપોની) આલોચના કરી, નિંદા કરી, ગહ કરી (અને) સારી રીતે દુર્ગછા કરીને મન-વચન-કાયારૂપ ત્રિવિધ પાછો ફરતો (પ્રતિક્રમણ કરતો) હુંચોવીશે જિનેશ્વરને વંદન કરું છું. (૫૦)
જે વીસ સ્થાનકોનું ઉલ્લાસપૂર્વક આરાધન કરવાથી પુરુષોત્તમપદ' ની પ્રાપ્તિ થાય છે, તેમાનું એક સ્થાનક ‘વંદિતુ સૂત્ર’ એ પ્રતિક્રમણ સૂત્રમાં આવશ્યક સૂત્ર છે. એટલે તેની ઉપાદેયતા શ્રમણ અને શ્રાવક એ ઉભયને માટે એક સરખી છે. શ્રાવકધર્મને લગતા સંભવિત અતિચારોના આલાપકો આ સૂત્રમાં સર્વેને આપ્યા છે. તેથી શ્રાવકોએ પ્રતિદિન પોતાના વ્રતમાં લાગેલા અતિચારોની નિંદા અને ગર્તા દ્વારા પ્રતિક્રમણ કરવું સમુચિત છે.
અહીયાં સુધી દૈવસિક પ્રતિક્રમણની વિધિ કરી અને હજુ એ ક્રિયા બાકી રહી છે જે
આગળ ઉપર શરૂ થવાની છે. એ દરમિયાન વચગાળામાં દેવસિની ક્રિયા મુલતવી રાખી સંવત્સરી પ્રતિક્રમણની ક્રિયા કરી લેવાની છે. તેથી બાર મહિનામાં આડા અવળા અનેક જાતનાં લાગેલા પાપોનો ક્ષય કરવા અને આત્મિક શુદ્ધિ મેળવવા અહીંથી આ ક્રિયાનો પ્રારંભ થાય છે. (અહીંથી છીંકનો ઉપયોગ રાખવાનો છે કારણકે કોઈ પણ સારું કાર્ય કરવામાં છીંક અપશુકન છે.)
દેવ-ગુરુને પંચાંગ વંદન
ઇચ્છામિ ખમાસમણો! જે વંદિઉં જાવણિજ્જાએ નિસીરિયાએ,
મયૂએણ વંદામિ. (1)
/