SearchBrowseAboutContactDonate
Page Preview
Page 120
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત ૬૭ અરિહંત ભગવંતોને નમસ્કાર થાઓ. (૧) ધર્મની શરૂઆત કરનાર, તીર્થના સ્થાપનાર અને પોતાની મેળે બોધ પામનાર, અરિહંત ભગવંતને નમસ્કાર થાઓ. (૨) પુરૂષોમાં ઉત્તમ, પુરૂષોમાં સિંહ સમાન, પુરૂષોમાં ઉત્તમ પુંડરીક (કમળ) સમાન, પુરૂષોમાં શ્રેષ્ઠ ગંધહાથી સમાન, (૩). લોકમાં ઉત્તમને, લોકનાં નાથ, લોકનું હિત કરનાર, લોકમાં દિપકસમાન, લોકમાં પ્રકાશ કરનાર. (૪) અભયદાન આપનાર, શ્રુતજ્ઞાન રૂપ ચક્ષુ (આંખ) આપનાર, શરણ આપનાર, સમકિત આપનાર. (૫) ધર્મને આપનાર, ધર્મનો ઉપદેશ આપનાર, ધર્મના નાયક, ધર્મના સારથી, દાન-શીલ-તપ-ભાવ રૂપ ધર્મમાં ચતુરંત શ્રેષ્ઠચક્રવર્તી. (૬) કોઈથી પણ ન હણાય એવા શ્રેષ્ઠ જ્ઞાન અને શ્રેષ્ઠ દર્શનને ધારણ કરનાર, ચાલ્યું ગયુંછેછદ્મસ્થપણું જેમનું. (૭) રાગદ્વેષને જીતનાર-જીતાડનાર, તરનાર-તારનાર, તત્ત્વના જાણકારજણાવનાર, કર્મથી મુક્ત મુકાવનાર. (૮) સર્વજ્ઞ, સર્વદર્શી, કલ્યાણરૂપ, અચળ (સ્થિર), રોગ રહિત, અનંત (અંત વિનાનું), અક્ષય (નાશ ન પામે તેવું), આવ્યાબાધ (આધિ, વ્યાધિ, ઉપાધિ રહિત), ફરીથી પાછા આવવાનું નથી એવા સિદ્ધિગતિ નામના સ્થાનને પામેલા, જેઓ રાગદ્વેષને જીતનારા, એવા જિનને અને સર્વ પ્રકારના ભયને જીતનાર (શ્રી અરિહંત પરમાત્મા) ને નમસ્કાર થાઓ. () અને જેઓ ભૂતકાળમાં સિદ્ધ થયા હોય અને જેઓ ભવિષ્યકાળમાં સિધ્ધિ થવાનાં છે અને જેઓ હમણાં વર્તમાનકાળમાં વિહરી રહ્યા છે, તે સર્વેને હું મન-વચન-કાયારૂપત્રણ કરણથી વંદન કરું છું. (૧૦) જૈનધર્મમાં સ્તુતિ, સ્તોત્રો, સઝઝાયોમાં વિશિષ્ટ ભાવો ભળેલા હોય છે અને તે છે પરમાત્માના ગુણો પ્રાપ્ત કરવાનો. કારણકે ગુણપ્રાપ્તિ વિના મોક્ષમાર્ગમાં આરોહણ ન થઈ શકે. તેથી આપણા સૂત્રમાં અર્થની સાથે સાથે તીર્થંકર પરમાત્માના ગુણોનું વિશદ્ રીતે વર્ણન થયેલું હોય છે. આપણા વંદનમાં માર્ગદર્શક પ્રતીતિ કૃતજ્ઞતાની સાથે સાથે તેમના ગુણોની પ્રાપ્તિની વાત રહેલી હોય છે, તે રીતે આપણા સૂત્ર, સ્તુતિ વગેરે વિશિષ્ટ બની જાય છે અને તે આત્મા ઉપર અનંત ભવોથી લાગેલા કર્મોની નિર્જરા કરવામાં સક્ષમ હોય છે. આ વંદન ઉત્કૃષ્ટ અવસ્થાએ પહોંચી, શુદ્ધ ભાવમય બની, પરમાત્માનાં ગુણો સાથે તાદાભ્ય સાધી લે છે.
SR No.007739
Book TitleSamvatsari Pratikraman Gujarati
Original Sutra AuthorN/A
AuthorIla Mehta
PublisherIla Mehta
Publication Year2015
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati & Paryushan
File Size28 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy