________________
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
૫૫
જેઓ ઈન્દ્રાદિ દેવતાઓ વડે કીર્તન-વંદન-પૂજન કરાયેલા છે, જેઓ લોકમાં ઉત્તમ સિદ્ધ થયા છે, તેઓ મને આરોગ્ય (સિદ્ધપણું) અને સમ્યગ્દર્શનનો લાભ (બોધિલાભ)અને શ્રેષ્ઠભાવ-સમાધિનું વરદાન આપો. (૬) ચંદ્રના સમૂહથી વિશેષ નિર્મળ, સૂર્યના સમૂહથી વિશેષ પ્રકાશ કરનારા, મોટા સમુદ્ર જેવા ગંભીર, સિદ્ધ પરમાત્મા મને મોક્ષ આપો. (૭)
પ્રભુજીની વંદના કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન
સવ્વલોએ અરિહંત ચેઈઆણં,
કરેમિ કાઉસ્સગ્ગ (1) - વંદણ વત્તિઓએ, પૂઅણ વત્તિઓએ,
સક્કાર વરિઆએ, સમ્માણ વત્તિઓએ, બોહિલાભ વરિઆએ, નિવસગ્ગ વરિઆએ () સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ધારણાએ, અણુપ્રેહાએ,
- વઢમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ (૩)
હું સર્વ લોકના શ્રી અરિહંત ભગવંતની પ્રતિમા (ચત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગ કરું છું. (૧,૨) વધતાં પરિણામ સાથે વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતી ધીરજ, વધતી ધારણા, વધતી અનુપ્રેક્ષા (વારંવારતત્ત્વની વિચારણા) પૂર્વક હુંકાર્યોત્સર્ગ કરું છું. (૩)
આ સૂત્રને લઘુચૈત્ય વંદન સૂત્ર પણ કહેવાય છે. અનેક જીનાલયોમાં દર્શન-વંદનનો અવસર એકસાથે આવે, ત્યારે દરેક સ્થળે ચૈત્યવંદન કરવું શક્ય ન હોય ત્યારે ૧૭ સંડાસા (પ્રર્માજના) સાથે ત્રણ વાર ખમાસમણ આપ્યા પછી યોગ મુદ્રામાં આ “શ્રી અરિહંત ચેઈયાણ સૂત્ર' બોલીને એક શ્રી નવકાર મંત્ર નો કાયોત્સર્ગ કરી સ્તુતિ =થોય બોલીને ફરીવાર એક ખમાસમણ દેવાથી લઘુ ચૈત્યવંદનનો લાભ મળતો હોય છે.
૧) પ્રતિક્રમણ કરવાનો હેતુ શું છે? ઉત્તર : પ્રતિક્રમણ પંચાચારની શદ્ધિ માટે છે. પ્રતિક્રમણ પાપથી પાછા હટવા કરાય છે. દિવસ કે રાત્રી કે વર્ષ સંબંધી લાગેલા પાપોની માફી માંગવા કરાય છે. તે પાંચ આચાર : જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચારને વીચાર.