________________
VO
શ્રી સંવત્સરી પ્રતિક્રમણ વિધિ સહિત
(ચરવળો હોય તો ઉભા થઈને અથવા ઢીંચણ નીચે કરીને બોલવું.)
પ્રભુજીની વંદના કરવા માટે શ્રદ્ધાદિ દ્વારા આલંબન લઈને કાયોત્સર્ગ કરવાનું વિધાન
અરિહંત ચેઈઆણં, . કરેમિ કાઉસગ્ગ ) Gર વંદણ વરિઆએ, પૂઅણ વરિઆએ, સક્કાર વત્તિઓએ, સમ્માણ વરિઆએ,બોરિલાભ વરિઆએ,
નિવસગ્ન વત્તિઓએ (૨) સદ્ધાએ, મેહાએ, ધિઈએ, ઘારણાએ, અણુપેહાએ,
વઠ્ઠમાણીએ ઠામિ કાઉસ્સગ્ગ (૩)
હું શ્રી અરિહંત ભગવંતની પ્રતિમા (ચૈત્ય) ને વંદન કરવા, પૂજા કરવા, સત્કાર કરવા, સન્માન કરવા, સમ્યગ્દર્શન (બોધિબીજ) પામવા અને ઉપસર્ગ રહિત (મોક્ષ) સ્થાન પામવા માટે કાર્યોત્સર્ગ કરું છું. (૧,૨) વધતાં પરિણામ સાથે વધતી શ્રદ્ધા, વધતી બુદ્ધિ, વધતી ધીરજ, વધતી ધારણા, વધતી અનુપ્રેક્ષા (વારંવારતત્ત્વની વિચારણા) પૂર્વકહુંકાર્યોત્સર્ગકરું છું. (૩)
આ સૂત્રને લઘુચૈત્યવંદન સૂત્ર પણ કહેવાય છે. અનેક જીનાલયોમાં દર્શન-વંદનનો અવસર એકસાથે આવે, ત્યારે દરેક સ્થળે ચૈત્યવંદન કરવું શક્ય ન હોય ત્યારે ૧૭ સંડાસા (પ્રર્માજના) સાથે ત્રણ વાર ખમાસમણ આપ્યા પછી યોગ મુદ્રામાં આ “શ્રી અરિહંત ચેઈયાણ સૂત્ર' બોલીને એક શ્રી નવકાર મંત્ર નો કાયોત્સર્ગ કરી સ્તુતિ = થોય બોલીને ફરીવાર એક ખમાસમણ દેવાથી લઘુ ચૈત્યવંદનનો લાભ મળતો હોય છે.
આ સૂત્ર અરિહંત-સિદ્ધની પ્રતિમાઓના આલંબન વડે કાઉસ્સગ્ન કરવાની ઈચ્છા બતાવે છે. જે દેહ વડે પ્રભુએ મુક્તિ પ્રાપ્ત કરી, કાયાના આધારે તેમણે ધર્મ પ્રચાર કર્યો અને જે કાયાના આધારે જગત તેમને જાણી શક્યું, તે કાયા માનને પાત્ર છે. વળી છે નિમિત્તો વડે અહિતનું જીવન વિચારવાથી ધર્મધ્યાનની ઘારા ચાલે છે અને ચિત્તને સ્થિર કરવાનું પુષ્ટ આલંબન મળી રહે છે. જે સાધક અહંતની આરાધના, ઉપાસના કે ભક્તિ કરે છે તેને દર્શનબોધિ, જ્ઞાન બોધિ અને ચારિત્રબોધિનો લાભ થાય છે. અને અનુક્રમે તે મોક્ષસુખની પ્રાપ્તિ કરે છે.