________________
સુકો મેવો અને બીજાતેલીબીયાં)ના દૂધ
સુકરાવે.
કો મેવો અને બીજ (તેલીબીયાં) || દુદા
નારિયેળનું દૂધ નારિયેળનું દૂધ બનાવવું બહુ જ સહેલું છે અને એ ખૂબ સ્વાદિષ્ટ પણ છે. ઘણી મીઠાઈ અને વનસ્પતિજન્ય દૂધના પીણાં બનાવવામાં વપરાય છે. તાજું ઘરે બનાવેલું નારિયેળનું દૂધ બહાર મળતાં પાકીટના દૂધ કરતાં ઘણું જ વધારે સારું છે.
સામગ્રી ) ખમણેલું નારિયેળ : ૧ કપ (તાજું) ) પીવાનું પાણી : ૨ કપ (હુંફાળું)
રીત
૧ કપ ખમણેલું નારિયેળ લો અને ૩/૪ કપ નવશેકું પાણી લો. હવે આ બંનેને મીક્સરમાં નાખી ૨ મિનીટ સુધી બારીક થાય ત્યાં સુધી પીસો. હવે જાડું નારિયેળનું દૂધ ગાળી લો. આ હવે પહેલું દૂધ ગણાય. આ દૂધને કાચની બોટલમાં ભરી લો. બાકી રહેલા કુચાને પાછો મીક્સરમાં નાખો અને ફરીથી ૩/૪ કપ પાણી લઇ ૨ મિનીટ સુધી મીક્સરમાં ફેરવો. ફરીથી બીજું દૂધ ગાળી લો. બીજી વારનું દૂધ મધ્યમ પાતળું હશે. આજ પ્રમાણે ત્રીજી વાર કરીને ત્રીજી વાર પણ દૂધ ગાળી લો. ત્રીજી વારનું દૂધ સાવ પાતળું હશે. હવે નારિયેળનું દૂધ તૈયાર છે. જુદી જુદી વાનગીઓમાં આ વાપરી શકાય છે.
ઉપયોગ: ઘણી બધી મીઠાઈમાં, નારિયેળની કઢી, દૂધના પીણાં, આઈસક્રીમ વગેરેમાં વપરાય છે.
તૈયાર થશેઃ ૨ કપ તૈયારી માટે: ૧૦ મિનીટ રાંધવા માટે: જરૂર નથી ફ્રીઝમાં રહેશે: ૧૨ કલાક
પૌષ્ટિક તત્વો અંગેની માહિતી નારિયેળનું દૂધ હૃદયરોગ નથી થવા દેતું.
c
circleOhealth