________________
સુકો મેવો અને બીજ(તેલીબીયાં)ના દૂધ
કાજુનું દૂધ
કાજુનું દૂધ પણ બનાવવું સહેલું છે અને ઘણી બધી વાનગીઓ માટે આ એક સ્વાદિષ્ટ પર્યાય છે. બદામના દૂધ કરતા પણ વધુ સહેલું છે કેમકે આમાં છાલ પણ કાઢવાની નથી. પણ ધ્યાન રાખજો, આ દૂધ બહુ જ આદત લગાડી દે તેવું છે!!!
સામગ્રી
કાજુ (૧ કપ, ૪ કલાક પાણીમાં પલાળેલા) તાજું પીવાનું પાણી (૪ કપ)
રીત
પલાળેલા કાજુને ચોખ્ખા પાણીથી બરાબર સાફ કરી લેવા.
કાજુ અને પાણીને મિક્સરમાં નાખીને વધારે ગતિથી બારીક મિશ્રણ કરો. કાજુનું દૂધ તૈયાર થઇ જશે.
નોંધ • જે પાણીમાં કાજુ પલાળેલા હોય તે પાણી ફેંકી દેવાનું છે. આ પાણી નો ઉપયોગ દૂધ બનાવવા માટે ન કરશો કેમકે તેમાં ઉત્સત્યેક અવરોધકો હોય છે જેની આપણને જરૂર નથી. ♦ કાજુ પલાળવાથી એની અંદરના
ઉત્સત્યેક અવરોધકો છુટા પડે છે અને કાજુ સુપાચ્ય બને છે. • ચા બનાવતી વખતે કાજુનું દૂધ હમેંશા છેલ્લે નાખવું અને ગેસ સ્ટોવ બંધ કરી દેવો જેથી કરીને ચા અને દૂધ અલગ અલગ ન થઇ જાય. (ચા ફાટી ના જાય).
♦ ગાળવું હોય તો ગળાય. ખુબ બારીક મિશ્રણ કર્યું હશે તો ગાળવાની જરૂરત નથી અને દૂધ ઘણું સરસ બનશે.
circleGusto, unt souza bidal. Rasasul and
ઉપયોગ: આઈસક્રીમમાં કરી શકાય. ભારતીય ઢબે બનાવેલી ચામાં પણ વાપરી શકાય. સૂપ અને પુડીંગમાં પણ વપરાય. ઘણી વાનગીઓ અને પીણામાં બદામના દૂધની જેમ કાજુનું દૂધ પણ વાપરી શકાય.
તૈયાર થશે: ૪ કપ તૈયારી માટે: ૧૦ મિનીટ રાંધવા માટે: જરૂર નથી ફ્રીઝમાં રહેશે: ૩ દિવસ
circleOhealth ૧૩