________________
ભોળા, દંભરહિત, શોખીન અને લહેરી છે. સામાન્ય વાતચીતમાં કશાય હેતુ વિના ગાળોનો ઉપયોગ કરવો એ સૂરતી લોકોની ખાસિયત છે.
સમગ્ર દક્ષિણ ગુજરાતમાં થયેલ વિકાસના પાયામાં રહેલો પરસ્પરનો વિશ્વાસપૂર્ણ આર્થિક વ્યવહાર મુખ્ય છે. સૂરતનો હીરા ઉદ્યોગ, કાપડ ઉદ્યોગ અને બાંધકામ ઉદ્યોગ તેના દ્રષ્ટાંતરૂપ છે.
છેલ્લા બે દાયકામાં અત્યંત તીવ્ર ગતિએ થયેલા વૈશ્વીકરણનો લાભ સુરત શહેરને પ્રાપ્ત થયો છે, જેને કારણે એ આજે ડાયમંડ સીટી, ટેક્ષ્ટાઈલ સીટી', અને 'ફ્લાય ઓવર સીટી તરીકે ભારે ખ્યાતિ પામ્યું છે. આ વૈશ્વીકરણના લાભ સામાન્યમાં સામાન્ય નાગરિક સુધી પહોંચે અને રોજી રોટી સહુને પ્રાપ્ત થાય એમાં જ દક્ષિણ ગુજરાતની સંસ્કારશ્રીની સાર્થકતા અને ધન્યતા ગણાય. આપ સહુ ઈતિહાસકારોએ આ વિસ્તારના ઈતિહાસ-સંશોધનમાં ઘણું મહત્ત્વનું પ્રદાન કર્યું છે, જેને લઈને એના ઈતિહાસ પર ઘણો પ્રકાશ પડ્યો છે. એ માટે સહુ ઇતિહાસકારો, સંશોધકો અને ઇતિહાસવિદોને હૃદયપૂર્વક અભિનંદન, Z
35 | Holistic Science of Life & Living Vol. I May 2014