________________
xxi
સ્ત્રીના શરીરની ૧૫ પડિલેહણા અંગે સમજણ :
સ્ત્રીઓનું માથું, હૃદય અને ખભા વસ્ત્રથી હંમેશા ઢંકાયેલા હોય છે. તેથી માથાના ત્રણ, હૃદયના ત્રણ અને ખભાના (કાંખના પણ) ચાર- એમ કુલ ૧૦પડિલેહણા હોતી નથી. તેથી તેઓને ફક્ત બે હાથની, ત્રણ-ત્રણ = છે, મોઢાની ૩ અને બંને પગની ત્રણ-ત્રણ = છે, એમ કુલ ૧૫ પડિલેહણા હોય છે. તેમાં સાધ્વીજી ભગવંતને પ્રતિક્રમણ કરતી વખતે માથું ખુલ્લું રાખવાનો વ્યવહાર હોવાથી માથાની ત્રણ પડિલેહણા સાથે ૧૮ પડિલેહણા હોય છે.
મુહપત્તી અને શરીરની પડિલેહણા સુયોગ્ય રીતે થાય પણ ફક્ત મુહપત્તીનો જ સ્પર્શ ન થાય, તેની કાળજી રાખીને ઉપયોગપૂર્વક ક્રિયા કરવી જોઇએ.