________________
XV
‘કૃષ્ણ લેશ્યા, નીલ લેશ્યા અને કાપોત લેશ્યા પરિહરું’ કારણ એ ત્રણે લેશ્યાઓમાં અશુભ અધ્યવસાયોની પ્રધાનતા છે અને તેનું ફળ આધ્યાત્મિક પતન છે, માટે પરિહરું છું.’
‘રસગારવ, ઋદ્ધિગારવ અને સાતાગારવ પરિહરું’ કારણકે એનું ફલ પણ સાધનામાં વિક્ષેપ અને આધ્યાત્મિક પતન છે, માટે પરિહરું છું. તેની સાથે ‘માયાશલ્ય, નિયાણશલ્ય અને મિથ્યાત્વશલ્ય પરિહ’ કારણકે તે ધર્મકરણીનાં અમૂલ્ય ફળનો નાશ કરનાર છે. આ બધાનો ઉપસંહાર કરતાં હું એવી ભાવના રાખું છું કે ક્રોધ અને માન તથા માયા અને લોભ પરિહરું' કેજેઅનુક્રમે રાગ અને દ્વેષનાસ્વરૂપોછે.
સામાયિકની સાધનાને સફલ બનાવનારી જેમૈત્રી ભાવના છે. તેનો હુંબને તેટલો અમલ કરીને પૃથ્વીકાય, અકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાય, તથા ત્રસકાય’ એયે કાયના જીવોની યતના કરું. જો આટલું કરું તો આ મુહપત્તી રૂપી સાધુતાનુંજે પ્રતીક મેં હાથમાં લીધુંછે, તે સફલ થયું ગણાશે.
મુહપત્તી પડિલેહણ કરતી વખતે મનમાંબોલવા-વિચારવાયોગ્ય ૨૫બોલ
ગુરૂવંદન કરનારે પ્રથમ સંડાસાપૂર્વક ખમાસમણ દઈ ગુરૂની આજ્ઞા માંગી, મુહપત્તિ પડિલહેણ ઉત્કટિક આસને (બન્ને પગના પંજાના આધારે ઉભડક બેસવું) નીચે બેસી બે પગની વચ્ચે બે હાથ રાખીને કરવું જોઈએ. તેમાં મુહપત્તીના ૨૫ બોલ = (૧) દષ્ટિ પડિલેહણા + (૬) ઉર્ધ્વ પફોડા (પુરિમ) + (૯) અખોડા + (૯) પક્ષોડા = ૨૫
(૧)દષ્ટિપડિલેહણા : મુહપત્તીનાં પડ ઉખેડી દૃષ્ટિ સન્મુખ તીર્દી વિસ્તારીને, દષ્ટિ સન્મુખ રહેલું પાસું, દષ્ટિથી બરાબર તપાસવું. તેમાં જો કોઈ જીવ જંતુ દેખાય તો તેને જયણા પૂર્વક યોગ્ય સ્થાને મૂકવાં. પછી બોલ મનમાં બોલવાના છે અને તેનો અર્થ વિચારવાનોછે.)
૧) સૂત્ર, - ચિત્ર નં-૧
(આ વખતે મુહપત્તીની એક બાજુની પ્રતિલેખના થાય છે. એટલે કે તેની એ બાજુનું બરાબર નિરીક્ષણ કરવામાં આવેછે)
૨) ત્યારબાદ મુહપત્તીનો બે હાથે પકડેલો ઉપલો ભાગ ડાબા હાથ ઉપર (જમણા હાથ વડે) નાખીને, બીજું પાસું એવી રીતે બદલી નાંખવું કે