________________
xiv
મુહપત્તીની પડિલેહણાનું વિવેચન
અને વિધિ અંગેનું માર્ગદર્શન વૃદ્ધ સંપ્રદાય મુજબ આ “બોલ' મનમાં બોલવાના હોય છે. અને તેનો અર્થ વિચારવાનો હોય છે. તેમાં ‘ઉપાદેય” અને “હેય” વસ્તુઓનો વિવેક અત્યંત ખૂબી પૂર્વક કરવામાં આવ્યો છે. દાખલા તરીકે પ્રવચન એ તીર્થ હોઈને પ્રથમ તેના અંગરૂપ “સૂત્રની અને અર્થની તત્ત્વવડે શ્રદ્ધા કરવાની છે' એટલે કે સૂત્ર અને અર્થ ઉભયને તત્ત્વરૂપ-સત્યરૂપ સ્વીકારીને તેમાં શ્રદ્ધા રાખવાની છે. અને તે શ્રદ્ધામાં અંતરાયરૂપ સમ્યક્વમોહનીય આદિ કર્મો હોવાથી તેને પરિહરવાની ભાવના કરવાની છે.
મોહનીય કર્મમાં પણ રાગને ખાસ પરિહરવા જેવો છે. તેમાં પ્રથમ કામરાગને, પછી સ્નેહરાગને અને છેલ્લે દષ્ટિરાગને છોડવાનો છે. કારણકે એ રાગ છૂટ્યા વિના સુદેવ, સુગુરૂ અને સુધર્મની મહત્તા વિચારી તેમને જ આદરવાની ભાવના કરવાની છે. તેથી કુદેવ, કુગુરૂ અને કુધર્મને પરિહરવાનો દઢ સંકલ્પ કરવાનો છે, જો આટલું થાય તો જ્ઞાન, દર્શન અને ચારિત્ર ને આદરવાનું છે. કે જેનું અપનામ “સામાયિક છે તેની સાધના યથાર્થ થઈ શકે છે. આવી આરાધના કરવા માટે જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, અને ચારિત્રવિરાધનાને પરિહરવાની જરૂર છે.
ટૂંકમાં મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિ આદરવા યોગ્ય છે. એટલે ઉપાદેય છે અને મનદંડ, વચનદંડ અને કાયદંડ પરિહરવા યોગ્ય છે એટલે હેયછે. આ રીતે ‘ઉપાદેય અને હેય' અંગે ભાવ્યા પછી જે વસ્તુઓ ખાસ પરિહરવા જેવી છે તથા જેના અંગે યતના કરવાની ખાસ જરૂર છે, તેનો વિચાર દેહની પડિલેહણા પ્રસંગે કરવાનો છે. તે આ રીત:
હાસ્ય, રતિ, અરતિ, પરિહરું
વળી ‘ભય, શોક, જુગુપ્સા પરિહરું એટલે જે હાસ્યાદિ પર્ક (છ) (ચારિત્રમોહનીય) કષાયથી ઉદ્દભવે છે. તેનો ત્યાગ કરવાથી મારું ચારિત્ર સર્વાશે (સંપૂર્ણતયા) નિર્મળ થાય.