________________
હૃદયના ઉદ્દગાર
જીવનને ઉન્નત અને ઉજ્જવળ બનાવનાર, આત્માને શુદ્ધ અને બુદ્ધ બનાવનાર એવી આચારસંહિતા અને વિચારધારાનું નામ-દર્શન, ધર્મ-દર્શનએ વ્યક્તિ કે વસ્તુનું મૂળભૂત રૂપ છે. જૈનદર્શન આવું જ ઉજ્જવળ જીવન જીવવાની રીત દર્શાવે છે. જેનું અનુસરણ કરવાથી આ જીંદગીમાં જ ઉચ્ચ આધ્યાત્મિક કોટિએ પહોંચી શકાય છે. આ આધ્યાત્મિક કોટિએ પહોંચવા માટે આ કારણથી જ જૈનદર્શનનાં સિદ્ધાંતો, તત્વજ્ઞાન જાણવા સમજવાનું અને ખૂબ આકર્ષણ રહ્યું છે. મને જાણવા મળ્યું કે જેમનું સમગ્ર જીવન પારદર્શક રહ્યું તેવા મહાત્મા ગાંધીજી દ્વારા
સ્થાપિત ગૂજરાત વિદ્યાપીઠનાં પ્રાંગણમાં અનેક વિષયોમાં ઉંડાણપૂર્વકના અભ્યાસક્રમો ચાલી રહ્યા છે. જેમાં “આંતરરાષ્ટ્રીય જૈનવિદ્યા અધ્યયન કેન્દ્ર માં પણ જૈનદર્શનના પાયાના સિદ્ધાંતો તેમજ તત્વજ્ઞાન સમજાવનાર પ્રમાણપત્ર અભ્યાસક્રમ ચાલે છે. તેમાં જોડાવાનું સુભાગ્ય પ્રાપ્ત થયું. આ અભ્યાસક્રમ કરતાં એક અનુપમ અનુભૂતિ અંતરમનમાં જાગૃત થઈ. અને જૈનધર્મમાં વિશદ જ્ઞાન માટે આગળ અભ્યાસ કરવાની ઈચ્છા થઈ. અને આ સુઅવસર પણ ગુજરાત વિદ્યાપીઠનાં પ્રાંગણમાં જ મળ્યો. પારંગતમાં પ્રવેશ મેળવ્યો અને દરેક ફેકલ્ટીનાં સાહેબ, બહેનનો સુંદર લાભ રહ્યો. જેમાં માર્ગદર્શક ડૉ. પૂર્ણિમાબહેન મહેતાનું અમૂલ્ય યોગદાન તો ક્યારેય નહીં ભૂલી શકું. તેઓ સતત પ્રેરણા અને માર્ગદર્શન આપતા રહ્યા. વિશેષ યોગ્યતા સાથે પાસ થઈ અને અનુપારંગતમાં પણ પ્રવેશ મેળવ્યો.
અનુપારંગત વર્ષ-૨મા લઘુશોનિબંધ માટેની પસંદગીના પ્રશ્નને અમારા પ્રેમાળ માર્ગદર્શક ડૉ. પૂર્ણિમાબહેન મહેતા જેઓ મારા રસ, રૂચિની જાણકારી મેળવતા મારા નિબંધનાં વિષય માટે મને માર્ગર્શન આપતા રહ્યા. જેમાં તીર્થકર મહાવીર સ્વામીની સાધના યોગ-ધ્યાન પૂર્વકની જ રહી છે. તેમની સમભાવની સાધના, ચિત્તની સ્થિરતા વગેરે ગુણોનું મને ખુબ આકર્ષણ રહ્યું છે. માટે યોગનાં વિષયની પસંદગી કરવી હતી પરંતુ ખુબ મુંઝવણ હતી કે તે માટે મારી પાત્રતા કેટલી ? ડૉ. પૂર્ણિમાબહેન મહેતાએ લાગણીપૂર્વક પ્રેરણા આપી કે યોગના સતત અભ્યાસથી પાત્રતા કેળવી જ શકાય છે. ‘યોગશતકગ્રંથ-એક અધ્યયન' વિષય સૂચવ્યો. અને તે સાથે ખૂબ જ જ્ઞાની, ધ્યાન અને સમતાભાવી સંયમજીવનનું ૯૯ વર્ષથી કડક ચારિત્રપાલન કરતાં મારા પૂજ્ય ફૈબાસ્વામીનાં દર્શન થયા. ખરેખર હું સદભાગી છું કે ડૉ. પૂર્ણિમાબહેન મહેતાનું સતત પીઠબળ મળતું રહ્યું.
આ લઘુશોધ નિબંધનાં કુલ ૬ પ્રકરણો છે. જેમાં પ્રથમ પ્રકરણમાં જૈન તત્વજ્ઞાનની સમજૂતી આપેલ છે. જ્યાં તીર્થંકર પ્રભુ દ્વારા દર્શિત ગુણધર ભગવંતની વાણી ત્રિપદીનું સ્વરૂપ, છ દ્રવ્ય, નવતત્વ, કર્મવાદ અનેકાંતવાદ, મોક્ષમાર્ગ વગેરેનો સંક્ષિપ્ત પરિચય આપેલ