________________
પ્રકરણ-૬
ઉપસંહાર अज्ञान तिमिरान्धानाम् ज्ञानांजन शलाकया ।
नेत्रमुन्मीलितं येन, तस्मै श्री गुरुवे नमः ।। ગાથાર્થઃ અજ્ઞાનરૂપી અંધકારને જ્ઞાન શલાકાના અંજન દ્વારા અંધકારને દૂર કરી જેમણે મારા
નેત્ર ઉદ્દઘાટિત કર્યા તે ગુરુદેવને મારા નમસ્કાર હો..
આ આર્યાવર્ત પ્રાચીન સમયથી યોગવિદ્યાની પરાકાષ્ટાએ પહોંચેલો હતો. અનેક તીર્થકર ભગવંતો તેમના ગણધર ભગવંતો તેમજ અનેક મોક્ષગામી મહાત્માઓ યોગવિદ્યામાં કુશળ હતા. અનેક લબ્ધિઓ અને સિધ્ધિઓના યોગથી આત્માની અસ્તિત્વતાની ઉંડી છાપ પાડતાં હતા. તેમજ આત્માની જ્ઞાનાદિ શક્તિઓનું ભાન કરાવતાં હતાં. આવા અનેક યોગી, મહાત્માઓ, પૂર્વમાં થઈ ગયા. પરંતુ અત્યારે વર્તમાન સમયમાં આ યોગવિદ્યા પ્રાયઃ નામશેષ થવા જઈ રહી છે. કારણ કે વર્તમાનમાં મનુષ્યોનું આત્મભાવ તરફ લક્ષ્ય ઓછું જોવા મળે છે. મોજશોખના સાધનોની શોધખોળ રોજબરોજ વધુને વધુ થઈ રહી છે. યૌગિક જાગૃતિ ઘટતી જ રહી છે. ભૌતિકવાદની દુનિયામાં યોગનું સ્થાન દિન-પ્રતિદિન લુપ્ત થતું જાય છે તેવું લાગે છે.
અત્યારે ભૌતિકવાદની દુનિયામાં લોકો પોતાની શરીરની તંદુરસ્તી માટે યોગ કરે છે. બાબા રામદેવ દ્વારા યોગની જાગૃતિ ઘણી વધતી રહી છે. રોજ સવાર સાંજ ટીવી પર, અખબાર પત્ર દ્વારા, જુદા જુદા ગામ - શહેરોમાં યોજાતી શિબિરો દ્વારા લોકો યોગ તરફ વળ્યા છે. પરંતુ તે શરીરનાં રોગો પર નિયમન કરવા, શરીરની તંદુરસ્તી વધારવા માટે, પરંતુ તેનાથી આગળ વધીને વચનશુદ્ધિ, મનશુદ્ધિ દ્વારા આધ્યાત્મિકતા તરફ મોક્ષમાર્ગી બનવાની પ્રવૃત્તિ રૂપ યોગ પ્રાયઃ જોવા મળતો નથી. અંતર્મુખ થઈને પોતાનું અંતર તપાસવા રૂપ આધ્યાત્મિકતાથી દૂર થઈ રહ્યા છીએ.
પૂર્વમાં મહાપુરુષોનો સમાગમ અને અનેક તેમનો સતત અભ્યાસ, સંતપુરુષોનો સમાગમ અને અનેક ઉત્તમ નિમિત્તો મળવા રૂપ સતત પુરુષાર્થ દ્વારા મોક્ષાભિમુખ બનતા હતા અને અત્યારે પણ આત્મજીવનને ઉચ્ચ કરવા માટે તે માર્ગની જ જરૂર છે. તે મોક્ષમાર્ગનાં પથિક બન્યા સિવાય જન્મ, જરા, મરણ, આધિ, વ્યાધિ અને ઉપાધિમાંથી મુક્ત થવાનું શક્ય જ નથી. આ દુનિયાનાં જણાતા ભૌતિક સુખો ક્ષણિક છે. તેના અંતમાં દુઃખ જ છે તેથી સાચું સુખ શેમાં ? તે વિચારવાનું છે.
-
94 -