________________
શું મેં ચલ-ચિત્ર, ટી.વી, પુસ્તકો અથવા કુસંગતિનાં માધ્યમોથી પોતાનાં મસ્તિષ્કમાં હિંસકતાનો સમાવેશ કર્યો?
ક્રોધ, માન અને લોભ પર ધ્યાન આપો.
૨. સત્ય
શું હું સ્વયં અથવા બીજા પ્રત્યે મન વચન, કાયાથી સત્યવાદી રહ્યો?
શું મેં બીજાને અસત્ય બોલવા માટે પ્રોત્સાહન આપ્યું કે અનુમોદના કરી?
શું મેં વ્યક્તિગત લાભ માટે મૂળતત્વોને વિકૃત કે અનધિકૃત કર્યાં ?
શું મેં મારી ઇચ્છાપૂર્તિ માટે ચાપલૂસી કે બહાનાબાજી કરી?
હું જે પણ કાંઇ બોલીશ સત્ય જ બોલીશ.
પરંતુ હું બધું સત્ય પ્રકટ નહીં કરું. સત્યથી હિંસા ના થવી જોઇએ. માયા પર ધ્યાન આપો.
75
For Private & crwonal Use Only www.yjf.org.uk
૩. અસ્તેય
શું મેં મન-વચન અથવા કાયાથી એવી વસ્તુ ગ્રહણ કરી જે મને આપવામાં આવી નથી?
શું મેં બીજાને ચોરી કરવા માટે પ્રોત્સાહન કે અનુમોદના કરી? શું મેં લાંચ લીધી?
અસુરક્ષા પર ધ્યાન કરો.
૪. બ્રહ્મચર્ય
શું મેં મન-વચન અને કાયાથી બ્રહ્મચર્યનું પાલન કર્યું ?
શું મેં બીજાને ઇંદ્રિય-વિષયોમાં આસક્ત થવા પ્રેર્યાં કે અનુમોદના કરી?
શું મેં મૈથુની ક્રિયાઓમાં મારી ઊર્જા નષ્ટ કરી?
શું મેં મારી મૈથુની ઊર્જાનો દુરુપયોગ કર્યો?
ઇમાનદારી પર ધ્યાન કરો.
76
For Private & Personal Use Only www.yjf.org.uk