________________
૨. હું બધા સાથે મૃદુતાથી વ્યવહાર કરીશ.
બધાની સાથે મિત્રતા
ગુણીજનો પ્રત્યે ભક્તિ અને આનંદ
જે લોકો ઉપદેશો પર ધ્યાન નથી આપતાં એમની ઉપર
મધ્યસ્થભાવ
દુઃખી જીવો પ્રત્યે કરુણા.
હું બધી વ્યક્તિઓ અથવા વસ્તુઓના વિકિરણ માટે પ્રકાશનું વિકિરણછું.
હું પ્રકાશ છું અને માત્ર પ્રકાશ જ મારી અંદર આવી શકે છે.
૩.
હું અનંત જ્ઞાન છું, હું અનંત દર્શન છું,
હું અનંત સુખ છું, હું અનંત વીર્ય છું.
73
For Private & crwonal Use Only www.yjf.org.uk
ધ્યાનઃ મુખ્ય કર્તવ્ય સૂચિ
૧. સકારાત્મક અહિંસા
શું હું પોતાના કે બીજા કોઇ પ્રત્યે મન, વચન અને કાયાથી અહિંસક રહ્યો?
શું મેં બીજાઓને હિંસા માટે પ્રોત્સાહન આપ્યું કે અનુમોદના કરી?
શું મેં પોતાનાં વિચારોને બીજાઓ ઉપર થોપવાનો પ્રયાસ કર્યો?
શું મેં પોતાનાં પદ અને સ્થિતિને બીજાંનાં સામર્થ્ય અથવા કમજોરી ઘટાડવા-વધારવામાં ઉપયોગ કર્યા ?
શું મેં કઠોર વચન કહ્યાં?
શું હું સ્વાર્થી, ભયભીત, અસુરક્ષિત અથવા પ્રતિસ્પર્ધી રહ્યો?
શું મેં પોતાના શરીરમાં આહાર- આદિ દ્વારા હાનિકારક પદાર્થ
ગ્રહણ કર્યાં? (વધારે ખાંડ વગેરે)
74
For Private & Personal Use Only www.yjf.org.uk