________________
બીજું અમે "પંચ-પરમેષ્ઠિ" ભગવંતની આરતીનો પણ સમાવેશ કર્યો છે. જે મુખ્યત્વે દિગંબર સાધકોમાં પ્રચલિત છે.
અમે આ પુસ્તકમાં "બાર ભાવના" નો સમાવેશ કર્યો છે. જે ખૂબ જ જાણીતી છે અને સહજ જીવન માટે અમલમાં મૂકવાની પદ્ધતિઓને ઉજાગર કરે છે.
બે મુખ્યઘટના પણ આ સમયગાળાદરમ્યાન બની છે.
૧. YJF પરિવારમાં જો કે ઘણા જ થોડા સભ્યો છે છતાં અમે દાનની રકમમાંથી એક લેપટોપ અને જરૂરી બીજી સામગ્રી એક જૈન મુનિને થોડાંક વર્ષો અગાઉ આપી શક્યાં છીએ. આ જૈન મુનિ, 'જૈન ધર્મનો વિજ્ઞાનની દ્રષ્ટિએ પ્રચાર' કરવામાં અને એ પ્રમાણેનાં લખાણની પ્રવૃત્તિઓ સાથે
સંકળાયેલા છે.
55
For Private & Personal Use Only www.yjf.org.uk
૨. મંદિરની મુખ્ય પ્રતિષ્ઠા ૭, ઓક્ટોબર, ૨૦૦૧માં યોજાઇ હતી, જેમાં ઘણાં જૈન સાધકો લેસ્ટર અને મેનચેસ્ટરથી ઉપસ્થિત રહ્યા હતા.
ડૉ. એલ.એમ.સીંઘવી (જૈન અને વૈદિક સ્કોલર), ભારતના ભૂતપૂર્વ હાઇ કિંમશનરે પણ હાજરી આપી હતી. જે એ વખતે યુકે.માં મહેમાન હતા.
આ પ્રતિષ્ઠાનું આયોજન શ્રી જયેશભાઇ - જૈન સમાજ, યુરોપ દ્વારા કરવામાં આવેલ.
અહીં મંદિરનું બાંધકામ શ્રી રાજેશસામપુરાએ કરેલ છે.
આ પુસ્તકમાં મુખ્યત્વે "જૈન વિચાર અને પ્રાર્થનાઓ" નો સમાવેશ કરેલ છે. જેમાં વધુ અભ્યાસ માટે આધારભૂત સ્રોતની માહિતી પણ આપેલી છે.
56
For Private & Personal Use Only www.yjf.org.uk