________________
સૂરિશખર
[ ૬૭
કરી, આચાર્ય શ્રી સકલ સંધની સાથે વિહાર કરી અનુક્રમે એરૂ ગામ સસત્કાર પધાર્યાં.
ખેરૂ ગામ નાનું હોવાછતાં, ત્યાંના મંદિરની અને ઉપાશ્રયની સગવડ અને જનતાની ધર્મશ્રદ્ધા અતિ પ્રશસનીય હતી.
ગૃહાંગણમાં દ્રરિદ્રને નિધાન પ્રાપ્તિની જેમ જનતાને આનંદના પાર રહ્યો નહિ, પૂ॰ આચાર્ય શ્રીની હૃદયમથિની દેશનાના પ્રભાવે વિકજનવમાંથી માહનિદ્રા વિલય પામવા માંડી અભૂતપૂર્વ જાગૃતિ જણાવા લાગી. આનંદ અને સેવાની ઉત્સુકતા આજીમાજી નિહાળવામાં આવતી હતી. અમારૂં પણ અહે ભાગ્ય માનીએ છીએ કે હમાને પણુ આ મહાપુરૂષની સેવાને અપૂર્વ લાભ મળ્યો. પ્રત્યેક પ્રવૃત્તિમાં આચાય દેવના નામની ધૂન સ્ફુરતી હતી. અપૂર્વ દેશના, અનહદ ત્યાગવૃત્તિ અને શાંત પ્રકૃતિએ અખિલ જનતાને મુગ્ધ અનાવી હતી.
જેમ સૂ` અસ્ત થયા છતાં તેની આછી પ્રભાપ્રકાશની રાશની પ્રસારી જનતાને મા દ ક અને છે, અને સૂયૅના જવલંત કરણાનું સ્મરણ કરાવે છે. આચાર્ય દેવ માણસાથી વિહાર કરી ગયા હતા પણ જેઓના ગુણ ભવ્યાની હૃદય સપાટીપર જેવાને તેવા એપાયલાજ રહ્યા. અખીલ માણસાની જનતા તેએને સ્મરતી અને તેઓના ઉચ્ચ ગુણને સ્તવતી. લાલચંદભાઈના હૃદયમાં તે ગુરૂદેવના વચને ભાવના રૂપ વીજળીના વેગ ( Power ) વાયુવેગે વિસ્તાર્યું. નસાનસમાં અસ્થિમજ્જામાં અને રામ ક્રૂપામાં એજ ભાવનાએ પ્રધાનપદ લીધું.
સંસારથી વિરક્ત આત્માઓને સંસારમાં નિવાસ સાંસારિક પ્રવૃત્તિઓ, ધણીજ આકરી ભાસે છે. માયાપાશાને બંધન સ્વરૂપે માન્યા પછી, પાશને તેડવાના સાધને સાંપડ્યા પછી, બંધન તોડવામાં કાણ પ્રમાદ કરે ! નિબધ્ધતા, નિવૃત્તિ, અને સહજાનંદ વિદ્યુત આત્માઓનુ` અંકિત ધ્યેય હોય છે.