SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ સરિશેખર [ ૬૫ તેવી અનિષ્ટ પ્રવૃત્તિઓથી નિરેિધવા કેઈ વિરલા હિતસ્વીજ યત્ન આદરે છે. પરંતુ સંસારને ત્યાગી સંયમ લેવા કોઈ વ્યક્તિ તૈયાર થાય તે અપરિચિત પણ તેને અટકાવવા કમ્મર કસે છે. તેવા સમયે વિના સગાએ સગાને, વિના મિત્ર મિત્રોને અને વિના સંબંધે સ્વજનેને રાફડો ફાટી નીકળે છે. એવાઓના કૂટતા ભર્યા વચનતીરે હૃદયને ન ભેદે તેજ મસ્તાની માયા શૃંખલાને તેડી સંયમ સ્વીકારવાની શુભ તક સાંપડે છે સફળ કરે છે. કોઈ કહે છે કે સંયમ બહુજ દુરારાધ્ય છે. કોઈ કહે છે કે સંયમથીજ મેક્ષ જવાય છે એવું કાંઈ નથી શ્રાવકધર્મથી પણ કયાં તરી શકાતું નથી. કોઈ કહેશે કે ચારિત્ર ઘડપણમાં ક્યાં લેવાતું નથી. આવી વેવલી અને દલીલ વાત કરી સંયમ ગ્રાહકોને ભાવનાથી ભ્રષ્ટ કરવા ઘણું બહુલ કમીજી લલચાય છે. ખરેખર મહરાજાની સત્તા અને કાર્યવાહી કારમી અને દુઃખ ફલક છે. એ શયતાનની જુલ્મી ઝપટ જેઓને લાગે છે તેઓ પ્રજન સિવાય સંયમ જેવા પવિત્ર માર્ગમાં અંતરાય કરવા ફજૂલ દેરાય છે. આવા પ્રસંગે એ ભાવના ભાનુને ઉદય કરાવવા ગુરૂને ઉપદેશ અજબ કાર્ય કરે છે જેમ અંધ કૂપમાં પડેલા અજ્ઞાનને કૂવાને જ નિવાસ આનંદદાયી માને છે. તેમાંથી જ્ઞાનદીપક પ્રકાશતા અને ગુરૂ ઉપદેશની દેરી મળતા કોઈ વ્યક્તિ બહાર નીકળવા લિંગ મારે છે ત્યારે તે કૂવામાં રહેલા અજ્ઞાની જને તે નીકળનાર વ્યક્તિને કૂવામાં જ રહેવા પ્રેરણ કરે છે. પરંતુ એ નથી વિચારતા કે આ વ્યક્તિ બહાર નીકળી સ્વને અને પરને ધમરજજુઠારા અનાદિ નિધન સંસાર ફૂપથી ઉદ્ધાર કરશે. એ અજ્ઞાનીઓને મેહને નસે જે નસોનસમાં વ્યાપ્યો હોય છે તે નસાને ભોગ અન્યને બનાવે છે. સદ્દગુરૂ જ્ઞાનનયન ખેલે, સન્માર્ગ સુઝાવે અને અટકેલ નૈયાને ચલાવે તેજ શ્રેયપંથ સહેલાઈથી સાધી શકાય છે. માટે હે મહાનુભાવ? તું જે દીક્ષાને ભાવ રાખી તેને ગ્રહણ
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy