SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૨ ] કવિકુલકિરીટ ઉપકાર ભૂલી ન શકાય તેવા હતા, એવા પરોપકારી મહાત્મા પોતાના ગામમાં પધાર્યો હોય તે વખતે કાના હર્ષ સાગર ન ઉભરાય ? યૂરોપ અમેરીકાના અનેક વિદ્યાના પણ તેમના સચોટ ઉત્તરા સાંભળી શકાનુ નિરાકરણ કરતા હતા અને તેમના ઉચ્ચ જ્ઞાન માટે બહુજ સન્માન ધરાવતા હતા. દેશવિદેશમાં એમની કીર્તિ પ્રસરી હતી. અમેરીકામાં આવેલ ચીકાગો શહેરમાં સર્વ ધર્મની પરિષદ ભરાતાં ત્યાંના વિદ્યાતા તરફથી આ મહાત્માને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરન્તુ ત્યાં જવામાં ધર્મની આજ્ઞા ન હાવાથી પેાતાના તરફથી મેરીસ્ટર વીરચંદ રાઘવજીને પ્રતિનિધિ તરીકે મોકલવામાં આવ્યા હતા. તેઓએ પણ ત્યાં જઈ પૂ॰ આત્મારામજી મહારાજની શિક્ષાનુસાર જૈનધર્મની મહત્તા અને સિદ્ધાંતા સમજાવ્યા હતા. ધર્મોપદેશ દ્વારા કુમતની જજીમાં જકડાયેલ અનેક જનાને છુટા કરી સુમતમાં સ્થાપન કર્યાં હતા. અનેક વાદિવ્રુન્દ સાથે વાદવિવાદ કરી જૈન મતની સર્વોત્તમતા સાખીત કરવામાં તેએથી બહુજ પ્રવીણ હતા. કેટલાક આ સમાજીસ્ટાને પણ મૂર્તિ પૂજાની વેદાદિ શાસ્ત્રથી સિદ્ધિ કરી સમજાવ્યા હતા. પજામનું ઋણ: આખા પંજાબમાં આત્મારામજી મહારાજના નામથી જૈન જૈનેતરા પિરિચત હતા. જેમણે ગુરૂપદે રહી ઘણીજ શાસનની ઉન્નતિ કરી તે પદની ગૌરવતા વધારી હતી. એવા અનેક ગુણ ગણાલ કૃત પરોપકારી ગુરૂદેવ સં. ૧૯૫૨ માં જેઠ વદ સાતમની મધ્ય રાત્રીએ સ્વર્ગે સીધાવ્યા, આ દુઃખદ સમાચાર મળતાં પ્રતિદેશ, પ્રતિનગર અને પ્રતિગામની જનતા શાક સાગરમાં મગ્ન બની, જગતના એક અદ્વિતીય પુરૂષના અભાવમાં હૃદયા પીગળે એમાં આશ્રય નથી. જેટ વદ આઠમના દિને જબરજસ્ત ધામધૂમ સાથે તેઓશ્રીના દેહના અગ્નિસંસ્કાર થયા. જેમના દેહાવસાન નિમિત્તે ગામોગામ અજ઼ાન્તિકા મહાત્સવ શરૂ થયા.
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy