________________
વિશુદ્ધ હૃદયને સ્પર્શેલી નીકલતી વચન શ્રેણીના ઉદ્ગારે અનેરી શ્રોતૃવર્ગમાં વિશુદ્ધતા પેદા કરે છે. સમભાવ પણ અનેરે તરી આવે છે. કટોકટીના પ્રસંગમાં, આક્રમણનાભેદી ઘાવની હાડમારીમાં, ચરિત્ર નેતા સમતલવૃત્તિ અસાધારણ રાખી શકે છે, અને જૈનધર્મની વિજય વૈજયન્તી ફરકાવે છે. પ્રિય વાંચક વર્ગ ! જે સમભાવ કેળવાયેલ નહાય, સમતોલ વૃત્તિ પિતાને વશ ન બનાવી હોય તે અનેક ઉદ્દામ વાદી વિબુધ સાથે જાહેર સેગાનમાં, સભાઓમાં, શાસ્ત્રાર્થો કરી ચરિત્રનેતા જૈનધર્મને વિજ્ય કેવી રીતે ફરકાવી શકાતે ?
ધમ ચર્ચાઓના પ્રસંગમાં, પ્રચંડ ઉદ્દામવાદી સાથે શાસ્ત્રાર્થોના અવસરેમાં, શાંતમુદ્રાથી સ્વપર હિત્પાદક ઉત્તરે અપાતા, પ્રવચનમાં, તેમજ હજારે વ્યકિતઓને ધર્મના ઊંડા રહસ્ય સમજાવવામાં, આપણી ચરિત્રનાયકને હૃદય વિશદતા અને સમતલવૃત્તિ, એ ઉભય ગુણએ અનચરની જેમ મદદ આપી છે, અને આપે છે, તેથી જ પ્રાયઃ ચરિત્રનાયકના સઘળા પ્રયત્ન ફલહી બને છે. નરેશને ઉપદેશ
પ્રાચીન કાલને ઈતિહાસ જોરશોરથી કથે છે કે, જૈનધર્મની પ્રભાવના જૈનધર્મને અતુલ અભ્યદય, અને જૈનધર્મની ઉન્નતતા અને વિશ્વ વ્યાપકતા; જૈનધર્મના મહાન આચાર્યો ભગીરથ યત્નથી ફેલાવી ગયા છે, મૌલિકનિદાન જે કઈ હેય તે તે યુગ પ્રભાવક આચાર્ય દેવેશના ઉપદેશથી પ્રતિબોધ પામેલ દયાલુ અને ધર્મપ્રેમી નરેશ કાં ન મનાય?
આજના વિષમ વાવાઝોડાઓ અને ભયાવહ ખડકની હારમાળાઓ શાસન નૈયાને ડામાડોળ કરી રહી છે, વિલક્ષણ વાવાઝોડાઓ અને ખડકોની હારમાળેથી શાસન નયાને અલગી અને સુસ્થિર બનાવી, રાહપર હંકારનાર શાસન પ્રભાવક સુવિહિત ગીતાર્થ આચાર્ય મહારાજે જ કરામતવાલા સુકાનીઓ જ છે. આપણું ચરિત્રનાયકે અદ્યાવધિ