SearchBrowseAboutContactDonate
Page Preview
Page 471
Loading...
Download File
Download File
Page Text
________________ ગાય છે? અને તે ગુણે પ્રતિ શામાટે પ્રેરે છે? વાસ્તવિક સુગુણેજ સુરૂચિર અને આકર્ષક હશે તે જનતા આપોઆપ દેરાશેજ. કસ્તુરિકાની આમદ શું શપથથી કબુલાવવી પડે છે? હરગીઝ નહિ! જનતા આપ આપ કસ્તૂરિકાની આમોદને પ્રશંસે છે. અને ગ્રહે છે ઠીક છે છતાંય વાયુને સંપર્ક નહેય તે કુસુમ અને કસ્તુરિકા સ્વયમેવ સ્વઆમેદને દૂર સ્થાયી જનવર્ગ સુધી પહોંચાડી શકતી નથી, તેમ મહાત્મા પુરૂષને સુગુણો સુરૂચિર અને આકર્ષક છે જ પરંતુ તે સુગુણોને વિસ્તારવાનું કામ તેઓના ભકતગણનું છે જ. નિરવદ્ય–જીવી અસાધારણ ઉપકારી ચરિત્રનાયકનું જીવનવૃત્ત અખિલ આલેખાઈ ગયું. છતાંય સિંહાલેકનમાં વિશિષ્ટ શું આલેખવાનું હશે? વાંચકવર્ગ ધીરજ રાખી સિંહાવકન એ અખિલ જીવન ચરિત્ર અવલેયા બાદ, આકંઠ જમ્યા પછી તે ભુક્ત ભજનને હજમ કરનાર, સપ્તધાતુમય સર્વ વધારી નસેનસમાં પ્રસારનાર ચૂર્ણનું મહત્કાર્ય કરે છે. જીવન વૃત્તાંતને સારાંશ કહે કે સિંહાવકન કહે ! તેની પુનઃ સ્મૃતિ કહે કે તારવણી કહે ! એ અખિલ તત્ત્વ સિંહાલેકનમાં સમાવેશ થાય છે. મૌક્તિકને સુંદર હાર તૈયાર કર્યા પછી મધ્યમાં તરલ (નાયક ) ગોઠવવામાં આવે છે, મણિમૌક્તિકમય સુશોભિત મુકુટના મધ્ય ભાગમાં અનર્થ રત્ન જડવામાં આવે છે, તેમ સંપૂર્ણ જીવન વૃત્તાંત આલેખ્યા બાદ સિંહાવકનની સુંદર પદ્ધતિ પ્રસિદ્ધ છે. અસ્મિતાના પ્રવાહમાં અવનિતલ પર અસંખ્ય માનવ પ્રકૃતિઓ હતી નહતી થઈ ગઈ! કાલચક્કીમાં પીસાઈ ગઈ! પરવશ બની દુઃખમય જીવન વિતાવી જમીનદેસ્ત થઈ ગઈ. વાસ્તવિક જ માનવ પ્રકૃતિઓ હજારેને આશીર્વાદ સમાન થઈ રહી છે અને થઈ રહેશે કે જે માનવ પ્રકૃતિએ ઉચ્ચ અને આદર્શ જીવન જીવી, ઊન્માર્ગગામીઓને સન્માર્ગની સુરાહ બતાવે છે. કફર અને ગોઝારા સંગેથી વિખૂટા પાડી
SR No.007266
Book TitleKavikulkirit Yane Suri Shekhar
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri Jain Granthmala
PublisherLabdhisuri Jain Granthmala
Publication Year1939
Total Pages502
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy