________________
સૂરિશેખર
[ ૩૯૯ મહત્સવને આરંભ ઘણુ ઠાઠથી કરવામાં આવ્યું. મંદિર બહાર વિશાળ મેદાનમાં વિવિધ ધ્વજા તેરણે બેડે પંચરંગી પડદાએથી શોભતે એક ભવ્ય મંડપ રચવામાં આવ્યા. પારેખ અમૃતલાલ છગનલાલ તથા વડાવલીવાલા સ્વ. શા. મણીલાલ દલછારામના ધર્મપત્ની બાઈ તારા બેનના નામોથી કંકોતરીઓ મેકલવામાં આવી. જેથી શહેરે તથા ગામની જનતા આ સુપ્રસંગે ઉભરાવવા લાગી. જે જે સ્થળેમાં સ્વ. વિજય કમળસૂરીશ્વરજી મહારાજના ચતુર્માસ થએલા અને તેઓશ્રીના ધર્મોપકારથી શણું બનેલી જનતા ઘણા ઉત્સાહથી આવી પહોંચી. ખંભાત, પુના, છાણ, અમદાવાદ, પાટણ, ડભેઈ, ખેડબ્રહ્મા, વડાવલી, સાણંદ, ગોધરા, સીપર, આદિ અનેક સ્થળોથી આવેલે માનવ સમુહ એક મહાન મેળાનું દ્રશ્ય ઉભું કરતે હતે.
મહાસુદ છઠના દિવસે એક ભવ્ય જળયાત્રાને વરઘોડે ચઢો. હતું. જેમાં દેવદ્રવ્યની આવક ઠીક થવા પામી. મહાસુદ સાતમના દિને મંગલમય પ્રભાતે સુમધુર બેન્ડની સરેદે વચ્ચે ચરિત્ર નાયકના વરદ હસ્તે જિનમૂર્તિઓની, ગુરુમૂર્તિઓની તથા યક્ષ યક્ષિણની પ્રતિષ્ઠા થઈ જેમાં સીપેર નીવાસી શા. સુરજમલજી મંગળચંદજી ભીખાભાઈ તારાચંદ વાડીલાલ મંછારામ બાઈ સાંકુ બાઈ જમનાબાઈ તથા બાઈ બેની ડેસી તથા પુના નિવાસી ગંગારામજી તરફથી ત્રણસે તથા અઢીસેને નકારે આપી ઉપરોક્ત ગૃહસ્થાએ મૂતિઓ પધરાવી હતી. તથા યક્ષ પક્ષીણું માસ્તર હેમચંદભાઈ છગનલાલ ઈડરવાલા તથા તેમના નાનાભાઈ સાકરચંદ છગનલાલે પધરાવી હતી. પૂ. વિજય કમળ સૂરીશ્વરજી મહારાજને ગોખલે અમદાવાદના શાસનપ્રેમી શેઠ બકુભાઈ મણીલાલ તરફથી ૩૫૧ ના ખર્ચે કરાવવામાં આવ્યું હતું. તે ગેખલામાં મૂર્તિ પારેખ અમૃતલાલ છગનલાલે પધરાવી હતી, તથા પૂ. વિજ્યાનંદસૂરીશ્વરજી મહારાજની મૂર્તિ ઇડરનિવાસી શ્રાવિકા નાથીબેને પધરાવી.