________________
ટર ]
કવિકુલકિરીટ તેમજ ગામના શીતળનાથના મંદિરના સમાર કામ માટે ચરિત્ર નાયકના ઉપદેશથી ઠીક ઠીક રકમ ભેગી કરવામાં આવી હતી. તેનું પણ કાર્ય હાલ ચાલી રહ્યું છે. શ્રીયુત હેમચંદભાઈ ખડેપગે જીર્ણોદ્ધારના સુકાર્યમાં સમય વીતાવી રહ્યા છે ! ખરેજ સમાજ જરૂર તેઓની રૂણી છેઃ મંડળની સ્થાપના
અનેકાનેક ધર્મના મહાન કાર્યો અત્રે થયા છે, તેમજ બહાર ગામોના યાત્રાળુઓ પણ મેટી સંખ્યામાં આવી ધર્મ પ્રસંગે ઉજવે છે, આવા સંયોગમાં સેવા ઉત્સુક મંડળ અત્રે હોય તે ઘણી મદદ મળવા સાથે ધર્મ કાર્યોમાં સુગમતા રહે, એ હતુથી પન્યાસજી મહારાજ શ્રીમદ્દ જયંતવિજયજી મહારાજની પ્રેરણાથી અને એક ઉત્સાહી યુવકેનું મંડળ સ્થાપવામાં આવ્યું, જેનું નામ “વિજયલબ્ધિસૂરિજી જૈન સેવા સમાજ મંડળ” રાખવામાં આવ્યું. આ મંડળે ચતુર્માસમાં થએલા ધાર્મિક પ્રસંગમાં બનતી કશિશ કરી ખડેપગે સેવા બજાવી પિતાનું કર્તવ્ય અદા કર્યું છે. તપ આરાધન
પૂ. આચાર્ય દેવેશના હૃદયદ્રાવી ઉપદેશથી લગભગ તેની સંખ્યામાં સ્ત્રી પુરૂષોએ ઉલ્લાસપૂર્વક અક્ષયનિધિતપ તથા ચૌદપૂર્વના તપની સવિધિ આરાધના કરી તપની સઘળી ક્રિયા મુનિશ્રી મહિમાવિજયજી કરાવતા હતા. તથા ઘણાઓને પ્રેરણ કરી આ તપમાં જોડ્યા હતા.
તેઓશ્રીના દિવ્ય ઉપદેશથી અન્ય જનતાએ પણ વ્રત–પચ્ચખાણ આદિ અધિકાધિક કરી જીવનકૃતાર્થ બનાવ્યું. તપની પૂર્ણહતિમાં ભવ્ય અને આકર્ષક વરડે ચડ્યો હતો. જે વરઘઠાએ જૈનેતરવર્ગને ખૂબ આકર્થે. જિનાલયમાં પૂજાઓ, વિવિધ અંગરચનાઓ તેમજ પ્રભાવના આદિ દ્વારા શાસન પ્રભાવના સારી ફેલાવવામાં આવી.