________________
૩૮૬ ]
કવિકુલકિરીટ યોજાઈ. અત્રે જેઠ વદ ૮ના દિને પૂ. ન્યાયનિધિ શ્રીમદ્ વિજયાનંદસુરીશ્વરજી મહારાજની સ્વર્ગારેહણ તિથિ ઘણાજ ઠાઠમાઠથી આચાર્ય દેશના અધ્યક્ષપણ નીચે ઉજવાઈ હતી. પૂ. આત્મારામજી મહારાજનું સુંદર શિલીથી જીવનવૃતાત સાંભળતા અત્રેની જનતા તેમના સદગુણો તરફ ખૂબ આકર્ષાઈ. આચાર્ય દેવેશની શીતલ છાયામાં અઠ્ઠાઈ મહત્સવ શાંતિસ્નાત્ર વિગેરે ધર્મ મહેસવ નિવિંદને પસાર થયા. ત્યાંથી પાછા ઈડર–
વડાલીથી જેઠ વદ ૧૪ ના શુભદિને વિહાર કરી તેજ દિવસે સસકાર ઈડરમાં પ્રવેશ કર્યો. આ ચતુર્માસ આચાર્ય દેવેશનું ઇડરમાં થવાનું છે. એ સમાચાર વાયુવેગે વિસ્તર્યા, એટલે આજુબાજુના અનેક ગામમાંથી પોતાના શિષ્યોને ચાતુર્માસ માટે આચાર્ય મહારાજશ્રી પાસે વિનતિ કરવા આવ્યા. કૃપાલુ ગુરૂદેવે તેઓ સઘળાની વિનતિ સ્વીકારી. પન્યાસજી શ્રીમદ્ ભુવનવિજ્યજી આદિ ઠાણાને સીપેર, મુનિરાજશ્રી નવીનવિજયજી આદિને ઉંઝા, મુનિશ્રી ગીન્દ્રવિ. આદિને સીનેર, મુનિશ્રી પવવિજયજી આદિને ધીણોજ ચાતુર્માસ માટે આજ્ઞા ફરમાવી. તદુપરાંત સંઘના કાગળ આવતા આચાર્ય શ્રીમદ્ વિજયગંભીરસૂરિજી મહારાજને વેરાવળ, આચાર્ય શ્રીમદ્ લક્ષ્મણરિજી માહારાજને ઈદેર, તથા મુનિશ્રી સુરેન્દ્રવિજયજી તથા નંદનવિજયજીને તળાજા માસુ કરવાની આજ્ઞા આપી. ભગવતીસૂત્રની વાંચના–
ઈડરની જનતાને વર્ષોના આંતરા બાદ આવા મહાન પુરૂષને ચાતુર્માસમાં વેગ મલતે હેઈ ધર્મારાધના કરવામાં ખૂબજ તત્પર બની. રસપ્રદ પ્રવચને પ્રતિદિન ચાલતા જનતાના હૃદયમાં ધર્મની વાસનાઓ એતપ્રેત થતી. ધર્મોત્સાહી શ્રાવક વૃન્દ અનેકધા ધર્મ તોની ચર્ચાઓ કરી યથાતથ્ય યથાર્થ વાદીના (વીતરાગના) સિદ્ધાંત સમજતા થયા. જેમ જેમ ચતુર્માસ નજીક આવતું ગયું તેમ તેમ