________________
૩૮૨ ]
કવિકુલરિટ અત્યંત આગ્રહથી નિણત થઇ ચુક્યું હતું. આ શહેરની જનતા ઉપર ચરિત્રનાયકના તારક ગુરૂદેવને અસાધારણ ઉપકાર થયેલું હતું, માને કે ધર્મનું બીજાધાન આ ક્ષેત્રની જનતાની હૃદયરથલીમાં તેઓએ કર્યું હતું. સ્વગુરૂદેવનું ફાવ્યું ફુલ્યું ક્ષેત્ર નિરીક્ષણ કરવા અથવા જળસિંચન કરવા જવાની જરૂર તે હતી જ. ત્યાંની જનતા પણ વર્ષોથી ચરિત્રનાયકના ચતુર્માસની ચાહ રાખી રહી હતી. ઇડર શહેરની જનતાને ચરિત્રનાયક તારંગા તીર્થમાં પધાર્યા છે એ સમાચાર મળતાં ભકતગણ સન્મુખ આવી પહોંચ્યો હતે. શંખેશ્વર જતા પહેલા ભયણ તીર્થમાં મંગુભાઈ નેમચંદ તથા અમૃતલાલ વિગેરે ઇડરના આગેવાને વિનતિ કરવા આવ્યા હતા. તે વખતે ચેમાસાની જે બેલાઈ હતી. ઇતિહાસ કયે છે કે –
પૂર્વ કાલીન ઈતિહાસ મથે છે કે ઈડરગઢની સ્થલી દર્શનીય અને અદ્ભુત છે. જ્યાંની ફાલી પુલી વનરાજી અને પહાડોની કિલ્લાબંધી આદિ દો અપૂર્વ શાંતિ અને આરામ આપે છે.
અને અનેક મહાન પ્રભાવક અને અદ્દભુત ચમત્કારી આચાર્ય મહારાજેના અનેકશઃ ચાતુર્માસે થયા છે. અનેક મહાત્માઓને સમeત્સવ આચાર્યપદ, પંડિત પદ પ્રદાને અહીં જ થએલા છે.
જૈનધર્મના પરમ શ્રદ્ધાળુ શ્રી સંપ્રતિ મહારાજાના હસ્તે પ્રથમ ઉદ્ધરેલ ઈડરગઢ ઉપર શ્રી શાંતિનાથ ભગવાનનું બાવનજિનાલય મંદિર શોભે છે.
જૈનાચાર્યોના ઉપદેશથી કુમારપાલ મહારાજા આદિ અનેક રાજાઓએ તથા શેઠ શાહુકારે એ દહેરાસરના જીર્ણોદ્ધારમાં અને અભ્યદયમાં ઘણે સારે ફાળે અર્પે છે,