________________
૩૭૮ ].
કવિકુલકિરીટ મુકામે તેઓના અત્યંત આગ્રહથી શંખેશ્વર જવાનું માનવું પડયું હતું. અત્રેથી તરતજ વિહાર કરી ભયણજી તીર્થમાં પધાર્યા. અત્રે અમદાવાદથી શેઠ માયાભાઈ બકુભાઈશેઠ,ચીમનલાલ કડીયા,બાપાલાલ ઝવેરીવિગેરે ઘણા સદ્ગહસ્થે આવ્યા હતા. ત્યાંથી ઉગ્રવિહાર કરી શંખેશ્વર ચિત્ર સુદ ૧૩ના ભવ્ય સામૈયાથી પ્રવેશ કર્યો હતે. આચાર્યશ્રી વિજયભક્તિસૂરિજી આદિ અનેક મુનિવરે, સાધ્વીઓ તથા શ્રાવક-શ્રાવિકાઓ સામે આવ્યાં હતાં. મહારાજશ્રીએ નવપદનું મહામ્ય–તપથી થતી કર્મનિર્જરા વિગેરે વિષયે. ઉપર સુંદર શિલીથી પ્રવચન આપ્યું હતું. સઘળો ખર્ચ મણીઆર હરગેવિન્દદાસ જીવરાજ તરફથી કરવામાં આવ્યો હતો આ પ્રસંગે દહેરાસરના આગલા ભાગમાં સમ્ય દર્શન જ્ઞાન ચારિત્રના સાધન ભૂત ઘણા સુંદર અને કીમતી ઉપકરણો ગોઠવી તેમના તરફથી અદ્ભુત ઉપધાન મહોત્સવ કરવામાં આવ્યું હતું. શ્રાદ્ધરત્ન મેહનભાઈ તથા જૈન ધર્માનુરાગી વડનગરના ભેજક મફતલાલ વિગેરે આવેલ હેવાથી પૂજામાં અપૂર્વ ઠાઠ જામતું હતું. છેલ્લે દિવસે અકોતરી સ્નાત્ર ભણાવવામાં આવ્યું હતું. આ પ્રસંગે અનેક ગામના જીર્ણોદ્ધાર ઉપાશ્રય પાંજરાપોળ વિગેરે ખાતા માટે સારી ટીપ થઈ હતી. અખિલ પ્રસંગમાં હજારો રૂપીઆને દ્રવ્ય વ્યય કરી ઉદારતા વાપરનાર, આચાર્ય વર્યો અને મુનિ મંડળની અખંડ ઉત્સાહથી સેવા બજાવનાર, તેમજ હજારે ભાઈઓની ઉલ્લાસપૂર્વક ભક્તિ બનાવનાર રાધનપુર નિવાસી શા. હરગેવિન્દદાસ જીવરાજને આ મહત્સવ દરેકના હૃદયમાં ચિરઃ સ્થાયી રહેશે. પાટડીમાં પ્રતિષ્ઠા
ત્રિલેક ચૂડામણિ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાનની અપૂર્વ યાત્રા કરી પોતાના બહેળા શિષ્ય પરિવાર સાથે સરવાગત પાટડી મુકામે પધાર્યા. પાટડી ગામમાં પ્રાતઃસ્મરણીય સદ્ભાગમરહસ્યવેદી પૂજ્ય આચાર્યદેવ વિજ્યદ્દાનસૂરીશ્વરજી મહારાજને સમાધિપૂર્વક સંત