________________
સરિશેખર
[ ૩૭પ આગામી મહોત્સવને દીપાવવા તનતોડ મહેનત ઉઠાવી. જ્ઞાનમંદિર અને ઉપાશ્રયના મધ્ય ભાગના વિશાલ મેદાનમાં ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો. જેમાં અનેક જાતનું ફરનીચર ગઠવવામાં આવ્યું તેમજ શા મુલચંદ ગરબડદાસ તરફથી પરમ પવિત્રશ્રી શત્રુંજય ગઢની મનહર રચના કરવામાં આવી હતી. તેમજ ખંભાત નિવાસી શેઠ કસ્તુરભાઈએ શાસન શોભા માટે ગઢ ઉપર ગોઠવવા સુંદર દહેરીઓ તેમજ અન્ય સામગ્રીઓ મેકલાવી હતી. ઇલેકટ્રીક લાઈટને ભભકે આખા મંડપમાં અને પ્રકાશ પાડી રહ્યો હતો જેથી મંડપની શોભામાં વિશેષ વૃદ્ધિ થવા પામી હતી. આ મહોત્સવને મેટો ખર્ચ શા શીવલાલ હીરાચંદ તથા છગનલાલ હીરાચંદ તરફથી હે આમંત્રણ પત્રિકાઓ તેમના નામથી કાઢવામાં આવી હતી. અનેક ગામના અને શહેરના સેંકડે માણસે આ મહોત્સવમાં આવી પહોંચ્યા. વિશાલ મંડપમાં અઈ મહત્સવને પ્રારંભ થશે. પૂજા તથા ભાવનામાં અપૂર્વ ઠાઠ જામતે હતે. પન્યાસપદ પ્રદાનના આગલા દિવસે એક ભવ્ય વરઘોડે ચઢાવવામાં આવ્યું હતું. જેમાં વિમાન સમી ભવ્ય અંબાડીથી શેભતે હાથી, સુમધુર સ્વરમાં જનતાને એકતાન કરતાં અનેક બેન્ડે. રાજ રસાલે, મેટરમાં અને ગાડી ઘડામાં બેઠેલા લક્ષ્મીનંદને તેમજ ભવ્ય રથમાં બીરાજમાન જિન પડિમા વિગેરે સામગ્રીઓ પ્રેક્ષકોના દીલને આકર્ષતી હતી. બીજે દિવસે હજારે માનની વિશાળ મેદની વચ્ચે ભવ્ય મંડપમાં પૂ. ચરિત્રનેતાના વરદ હસ્તે પ્ર. શ્રીમદ્ ભુવનવિજયજી ગણિવરને પન્યાસપદ અર્પણ કરવામાં આવ્યું હતું. આ સમયે દશ શ્રાવકેએ સજોડે ચતુર્થ વ્રત તથા કેટલાકે બાર વ્રત આદિ વ્રત ઉચ્ચર્યા હતા. મહારાજશ્રીએ નૂતન પન્યાસજીને પદની જોખમદારી તથા હિત શિક્ષાઓ સમજાવી હતી. તે પછી પન્યાસજીએ પિતાની લઘુતા બતાવતાં યોગ્ય શબ્દોમાં ઉત્તર વાળ્યો હતે. શા દીપચંદ દલસુખભાઈ તરફથી શ્રીફળની પ્રભાવના થઈ હતી. શીવલાલ હીરાચંદ, ધુળાભાઇ શીવલાલ, શીવલાલ ભગવાન, તથા ચીમનલાલ પ્રેમચંદ તરફથી