________________
શિખર
[ ૩૬૯ ઘણુ લેકેનું કહેવું હતું. આ સામૈયાને અટકાવવા તથા અંદર ભંગાણ પાડવા અનેક ધર્મ દેવીઓએ તનતોડ પ્રયત્ન કર્યો હતો પણ વાંઝણુના પુત્ર જન્મ થવાના દેલાની માફક તે સર્વ પ્રયત્ન ધર્મ પ્રભાવે નિષ્ફળ ગયા હતા. આ સમયે શેઠ કસ્તુરભાઈને ત્યાં ચંપકલાલ તથા મૂળચંદના લગ્ન પ્રસંગે અઈ મહત્સવ શરૂ થયો હતે. તથા જૈનશાળામાં શત્રુંજય, પાવાપુરી, ઇડરગઢ વિગેરેની સુંદર રચના કરી હતી. ધમી કુટુંબે લગ્ન આદિ દુન્યવી પ્રસંગમાં પણ ધર્મને ભૂલતા નથી. કારણકે તેઓ સમજે છે કે ધર્મના કાર્યોમાં જેટલી લક્ષ્મી ખરચાય તેટલી જ લક્ષ્મીની સફળતા ગણાય છે બાકી નોકના માટે વ્યયહારમાં હજારે રૂપીઆ ખર્ચનારની છુટી કેડીની કીંમત નથી.
જૈનશાળાના સંધમાં ગયા વર્ષથીજ સંવચ્છરીના બે તફા પડી ચુક્યા હતા. સામા પક્ષવાલા પણ પિતે પિતાની સંવચ્છરી ઉજવવા મહારાજને લાવ્યા હતા. જૈનશાળામાં આવનાર પક્ષ સૌથી મહેટ હતે. પર્યુષણ પર્વ નિર્વેિને પસાર થયા હતા. આ ચાતુર્માસમાં ભગવતીસૂત્ર વ્યાખ્યાનમાં પ્રથમ માસાથી બાકી રહ્યું હતું ત્યાંથી વાંચવાનું શરૂ કરવામાં આવ્યું, જેને શ્રોતાજને ઠીક લાભ ઉઠાવતા હતા.
સંવછરી પ્રકરણ ઉપર પણ પ્રસંગોપાત આચાર્યશ્રી શાસ્ત્રના પાઠે આપી સુંદર પ્રકાશ પાડતા હતા; જેથી લેકેની શ્રદ્ધા મજબુત થઈ હતી. વિવિધ તપશ્ચર્યાએ સ્વામિવાત્સલ્ય રથયાત્રાના વરઘોડા આદિ અનેક ધર્મકાર્યો થયા. ચતુર્માસબાદ અત્રેથી સસંધ રાલજ તીર્થની યાત્રાએ ચરિત્ર નાયક પધાર્યા હતા. જ્યાં ખંભાતના સંધ તરફથી પૂજા નવકારશી વિગેરે સ્તુત્ય કાર્યો થયા. અત્રે પણ કેટલાક વિના સતિષી તરફથી વિનવાદળીઓ છવાઈ હતી. પરંતુ ચરિત્રનેતાના પ્રભાવરૂપ પવનથી તથા શાસનપ્રેમીઓના પ્રયત્નથી તે વાદળીઓ વિખેરાઈ ગઈ હતી.