________________
મરિખ પણ ધર્મમય જીવન વિતાવે છે. અમુલખના ઉમેદશમ પુત્ર થયા અને તેમનાં બબલદાસ (ઉસેમચંદ) તેમજ તેમના સુપુત્ર વીરચંદ ધર્મપરાયણ જીવન પંથમાં સંચરી રહ્યા છે.
હસમુખા હરખચંદભાઈના ચકર અને ચતુર ચાર પુત્રો પૈકી ઉત્સાહી અને ઉત્તમ ગુણસંગી ઉગરચંદભાઈ વિશેષ ઓજસ્વી અને પુણ્યશાળી માની શકાય કારણ કે આપણું ચરિત્રનેતાએ તેઓના ગૃહાંગણને સ્વ પુણ્યસૌરભથી સુવાસિત બનાવ્યું હતું. ઉમંગી ઉગરચંદભાઈને પુણ્યભાજનરૂપ પિતામ્બર નામના વિનયવંત પુત્ર હતા તથા ભાઈચંદભાઈ અને દલસુખભાઈ નામના પણ બે પુત્ર હતા એમ મળી ત્રણે ઉમંગી ઉગરચંદભાઈના સુપુત્રો હતા, તેમાં દલસુખભાઈ અને દલસી બેનને જેલે જન્મ થયો હતે. પુણ્યવંત શેઠ પિતામ્બર
ઉક્ત પિતામ્બર શેઠ સ્વભાવથી ભકિક અને ઉદાર વૃત્તિવાળા હતા. જેઓ સ્વ જીવન બહુ નિખાલસ અને નિરાળા ભાવથી ગુજારી રહ્યા હતા. જીવનને ઘણખરે ભાગ તે ધર્મક્રિયાઓના અનુપમ અનુષ્ઠાનેને આરાધવામાં જ પસાર કરતા હતા, વ્યાપારાદિ આજીવિકાના સાધનેમાં નિર્લોભતાથી પ્રવૃત્ત રહેતા હતા, વળી તેઓના વિપુલ પુણ્યોદયે તેઓનું નિવાસ સ્થાન પણ શ્રી પદ્મપ્રભ ભગવાનના મંદિરની સન્મુખજ હતું એટલે દર્શન, પૂજા, ભક્તિ, સ્તવન આદિ સ્તુત્ય ધર્મકાર્યોમાં તેઓને અતીવ સુલભતા રહેતી, અને અચૂકપણે અનર્થ મળેલ રત્નની જેમ અનેકાનેક પ્રશસ્તધર્મ પ્રવૃત્તિઓ આદરવામાં આરાધવામાં અને તે તે પ્રવૃત્તિઓના સંસ્કાર સ્વ–સંતતિના વિશાળ હૃદય પટપર આંકવા ઉત્સુક ભાવે પ્રયત્નશીલ રહેતા. તરૂણ જીવનના પ્રારંભમાં દાદા પરદાદાથી ચા આવતે ધીરધારના ધંધાને ઉત્તેજીત કર્યો.
બાલશાસનથી એક કેશ દૂર રાજપુર નામનું ગામ વસેલ છે,