________________
સુરિશેખર
t૩૪૫ ઉપધાન તપ
અત્રે દેલંદર ( મારવાડ ) વાલા શા. હુકમજી વાલાજીની વિધવા શ્રાવિકા ચંપાબાઈને ઉપધાન તપ કરાવવાની સુભાવના પેદા થઈ તેથી ફલેધી નિવાસી ધર્મનિષ્ટ ચતુર્થ વ્રતધારી શ્રાવક લક્ષ્મીચંદજી આસકરણજી મારફત મહારાજશ્રીને રેકાઈ જવા વિનતિ કરાવી. ઉપધાન તપ જેવી પવિત્ર ક્રિયાના લાભને વિચારી મહારાજશ્રીએ તે તપ કરાવવા સ્વીકાર્યું. તે નિમિત્તે આમંત્રણ પત્રિકાઓ બહાર પડી. મારવાડ, કચ્છ, ગુજરાત, અમદાવાદ, પાટણ, ગોધરા, છાણી, ડભાઈ વિગેરે અનેક ગામના તથા સ્થાનીક સંઘના ભાઈ બેને મળી લગભગ ચારસે પંચોતેર (૪૫) ઉપર સંખ્યા થઈ હતી. આ તપમાં લક્ષ્મીચંદજીએ તથા પાલીતાણુની મેટીળીવાળાઓએ સારી સેવા બજાવી હતી. હમેંશ ચરિત્રનેતાના ચાલતા વ્યાખ્યાનથી લેકમાં ધર્મ જાગૃતિ સારી જામી હતી. નાની ઉમ્મરના શ્રીમંત બાળકો તથા બાલિકાઓએ પણ આ તપમાં ભાગ લીધો હતે. માળાપણુ મહત્સવ
ઉપધાનતપની તપશ્ચર્યા નિર્વિદને સંપૂર્ણ થતાં માળારોપણને મહત્સવ નજીક આવ્યો. મહત્સવને દીપાવવા ખંતથી તૈયારીઓ ચાલી, ભવ્ય મંડપની જન થઈ શ્રી પાવાપુરી, સમવસરણ, ગીરનારજી વિગેરેની અપૂર્વ રચના તેજ મંડપમાં કરવામાં આવી. અઠ્ઠાઈ મહત્સવનો પ્રારંભ થયો. અનેક ગવૈયાઓ તેમજ સ્થાનીક મંડલી અનેરી રંગત જમાવતી. હમેંશા પ્રાચીન તેમજ ચરિત્રનેતાએ અત્રે રચેલી વિંશતિસ્થાનક સત્તર ભેદી આદિ પૂજાઓમાંથી પાર્શ્વનાથ પંચકલ્યાણકની પૂજા તથા ગિરિરાજની ભાવવાહી નવ્વાણું પ્રકારની પૂજા આદિ પૂજાઓ ભણવાતી. જનતા પ્રભુ ભક્તિમાં એકતાન બનતી;
જળયાત્રાને તથા માલાને એક ભવ્ય વરઘેડે ચઢયે. બીજે દિવસે વિશાલ મંડપમાં માનવગણની ગંજારવ સભામાં ચરિત્ર નેતાના