________________
સરિશેખર
( ૩૪૩ શનિ ભુવનમાં–
જામનગરવાસી દાનવીર શાન્તિભાઈ ખેતસીભાઇના અત્યાગ્રહથી ચતુર્માસાર્થે ચરિત્ર નાયક મહાજનના વંડામાં તેમના તરફથી બંધાવેલ શાંન્તિ ભુવનમાં સસત્કાર પધાર્યા હતા. પૂ. આચાર્ય મહારાજ પાંત્રીશ ઠાણું સાથે પાલીતાણામાં બીરાજમાન છે એ સમાચાર ફેલાતા સુરત પાટણ અમદાવાદ, હળવદ, વઢવાણ કેમ્પ, સહેર, ઉદેપુર, વિગેરે ગામેના ભાવુક યાત્રાળુઓ આ સુંદર યોગને લાભ ઉઠાવવા આવી પહોંચ્યા હતા, શાન્તિ ભુવનમાં વ્યાખ્યાનની સગવડ ન હોવાથી વ્યાખ્યાન હમેંશા ચોમાસામાં તીસુખીયાની ધર્મશાળામાં રાખવામાં આવ્યું હતું. આચાર્ય મહારાજને દેશના રૂપી ગંગા પ્રવાહ વહેવા લાગ્યો, ગામના તથા જાત્રાળુઓ અનેક માણસે લાભ લેવા લાગ્યા, એ અનુપમ દેશનાએ
પ્રવૃન્દના હૃદયમાં અનુપમ ધર્મ ઓજસ પાથર્યું, જેથી તપ આરાધનમાં ચંચળ લક્ષ્મીને સદ્વ્યય કરવામાં સૌ કોઈ વિશેષ ઉજમાળ બન્યા હતા. સૂત્રોની વાંચના
ચાતુર્માસ પહેલા શ્રી સિદ્ધાચલજીની યાત્રાને લાભ અનેક મુનિવરેએ ઉઠાવ્યો. સ્થાનીક સંઘ તથા યાત્રાળુઓના અત્યંત આગ્રહથી ભગવતી સૂત્રની અપૂર્વ વાંચન શરૂ થઈ હતી. પાટણવાલા મેંતીલાલ ન્યાલચંદ તથા હળવદવાલ ચુનીલાલ કમળશી તથા પરશોતમદાસ વઢવાણવાલા આદિ તરફથી ભગવતીસૂત્રને ખર્ચો આપવામાં આવ્યા હતે. વિમલાચલ જેવું પવિત્રતીર્થ, ભગવતીસૂત્ર જેવા મહાન સૂત્રની વાંચના અને પૂ૦ ચરિત્રનેતા જેવા વ્યાખ્યાનકાર આ ત્રીવેણી સંગમ મળે એટલે અત્યારની જનતાના હર્ષમાં પૂછવું જ શું?
બપોરના સાધુ વર્ગને શ્રી આવશ્યક સત્રની તથા અનુયોગદ્વારની ચરિત્રનેતા વાંચના આપતા હતા. સાધ્વીજી, શ્રાવક-શ્રાવિકા પણ આ વાંચનામાં ભાગ ભજવતા હતા.