________________
સરિશખર
[ ૩૪૧. વિનતિને સ્વીકાર અને પ્રવેશ મહત્સવ– .
પૂ. આચાર્ય મહારાજ વિમાસણમાં પડયા. પરંતુ આ લેકેની આગ્રહ ભરી વિનતિ, સિદ્ધાચલજીની પવિત્ર છાયામાં પહેલું ચાતુર્માસ, પ્રતિષ્ઠા જેવું મહાન કાર્ય વિગેરે સંજોગે જોતાં, મહારાજશ્રીએ વિનતિને સ્વીકાર કરી તરતજ પાલીતાણા તરફ વિહાર કર્યો. ઉગ્ર વિહારથી માર્ગમાં આવતી અનેક તક્લીફેને જરા પણ ગણકાર્યા વિના ધર્મોપકારને વિસ્તારના વિશાળ મુનિ મંડળ સહ પાલીતાણુ નજીક આવી પહોંચ્યા. મોખડકા ગામમાં પધારતા અનેક વંદનાથે આવ્યા, ત્યાં સ્વામિવાત્સલ્ય તથા પૂજા પ્રભાવના વિગેરે કરવામાં આવ્યું હતું. પ્રવેશ મુહૂર્તને નિર્ણય કરી સ્વાગત તૈયારીઓ કરવા તત્પર બન્યા.
આખા ગામના ભવ્ય લત્તાઓને ધ્વજા તોરણ સુંદર બે આદિથી શણગારવામાં આવ્યા હતા. પ્રાત:કાલના સુરમ્ય કાલમાં પૃથ્વી પટ પર ચરિત્ર નાયકનો સત્કાર કરવાનેજ જાણે સહસ્ત્રાંશુએ સ્વર્ણવણે. શેત્રુજ ન પાથર્યો હોય અગર સેનેરી આછા આછા કિરણો દ્વારા ચરિત્ર નાયકના સગુણોને તિગ્માંશુ સુવર્ણન ઓપ આપી પ્રસાર ન હોય એવા રમણીય પ્રત્યક્ષ કાલમાં ચરિત્ર નેતાએ બહોળા પરિવાર સહ બેન્ડ. વિવિધ રાજ રસાલે, સાંબેલા વિગેરેથી શોભતા ભવ્ય સામૈયાથી પુર પ્રવેશ કર્યો, સ્થળે સ્થળે બાલિકાઓ અક્ષતાદિથી વધાવી, બાલ મંડળ ગુરૂ કીર્તન મય સુંદર કવિતાઓ ગાઇ, ચરિત્ર નાયકના હાથે થનાર ભાવી સુકાર્યની મંગળ રેખાઓ દેરી રહ્યા હતા. સામૈયુ મેતી કડીયાની ધર્મશાળાએ ઉતર્યું હતું. માનવ મેદનિથી પ્રતિષ્ઠા નિમિત્તે બાંધેલા વિશાળ મંડપવાળી ધર્મશાળા ચિકાર ભરાઈ ગઈ હતી. મહારાજશ્રીએ મધુર ધ્વનિથી મંગળાચરણ કરી સુંદર પ્રવચન આપ્યું હતું. પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવા સૌ કોઈ તનતોડ પ્રયત્ન કરી રહ્યા હતા. અત્રે ગુરૂદેવે ગિરિરાજના પુનઃ શીધ્ર અણધાર્યા દર્શન કર્યા. આ દર્શનમાં ગેડી પાર્શ્વનાથ ભગવાનની પ્રતિષ્ઠાને કારણે માની તેજ વખતે