________________
૩૩૮]
કવિકુલકિરીટ ફરમાવ્યું કે તમે શાસનની ઉન્નતિ માટે આટલે બધે પ્રયાસ ઉઠાવો છે તે પછી મારે ત્યાં આવવામાં કઈ જાતને વાંધો નથી, પણ પાલીતાણાની યાત્રા કરી ત્યાંથી અમદાવાદ લગભગ ટાઈમસર પહોંચવા પ્રયત્ન કરીશ. અમદાવાદ પધાર્યા
આ પ્રમાણે વઢવાણમાં કબુલ કરેલ હોવાથી પાલીતાણામાં વધુ ન રેકાતા મહારાજશ્રીએ ત્યાંથી એકદમ ઉગ્ર વિહાર કરી, અમદાવાદ પધાર્યા ત્યાંની ધર્મ નિષ્ટ પ્રજાએ ભવ્ય સત્કાર કરી પ્રવેશ મહત્સવ કર્યો. વિદ્યાશાળાના ભવ્ય હેલમાં મહારાજશ્રીએ મંગળાચરણ કરી અપૂર્વ દેશના આપી હતી.
વિદ્યાશાળામાં આગમ રહસ્યવેદી તપવૃદ્ધ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રીમદ્ વિજયદાનસૂરિજી મહારાજ પિતાના બહેળા સમુદાય સાથે બીરાજતા હતા. જ્યારે શાન્ત મૂર્તિ તપ નિધાન વયેવૃદ્ધ આચાર્યદેવ વિજયસિદ્ધિસૂરિશ્વરજી મહારાજ પગથીઆના ઉપાશ્રય બીરાજતા હતા, આ ત્રણેય આચાર્યોનું તથા તેમના શિષ્યોનું વિચાર દેર એક સરખું હતું. જ્યારે મુનિસંમેલનમાં પધારતા ત્યારે ત્રણે આચાર્ય દે પિતાના ૨૫૦ સાધુઓના વિશાળ પરિવાર સહ એકજ સરકલમાં બીરાજતા હતા. સંમેલનની સફળતા–
મુનિ સંમેલનનું કાર્ય પ્રથમ બહુજ ધીમે ધીમે ચાલ્યું. લગભગ દશ પંદર દિવસ સુધી તે ક્ષણમાં સફલતા અને ક્ષણમાં નિષ્ફળતાની ડામાડેળ સ્થિતિ ભાસવા માંડી. ક્ષણ ક્ષણમાં અજબ રંગે દેખાવા લાગ્યા. અનેકધા વિચારણા ચાલી. સમાજમાં દીક્ષા દેવદ્રવ્ય સંબંધી ઉત્પન્ન થયેલા ખળભળાટને શાંત કરવા વિચાર વિનિમય થવા લાગે. આપણું ચરિત્ર નાયકે સમુપસ્થિત થયેલ વિશાળ મુનિ મંડળ સમક્ષ પિતાના સ્વલ્પ સમયના સુંદર વક્તવ્યથી અટકેલું કાર્ય પ્રારંભાયું